September 10, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

ગુદીયા, અતુલ-૨ અને મોગરાવાડી – ૨ ની દુકાન મર્જ કરવા બાબતે નિર્ણય લેવાયો

જિલ્લાની વિવિધ વાજબી ભાવની ૧૩૮ દુકાનોમાં હાથ ધરાયેલી તપાસ અંગે ચર્ચા થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.15: વલસાડ જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં બંધ પડેલી વાજબી ભાવની દુકાન શરૂ કરવા અર્થે જાહેરાત આપવા, ઉમરગામના દહેરી (જનરલ) પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર માટે દુકાન ફાળવવા, ગુદીયા, અતુલ-૨ અને મોગરાવાડી – ૨ ની દુકાન મર્જ કરવા બાબતે નિર્ણય લેવાયો હતો. દુકાનનું સ્થળ ફેરફાર કરવા બાબત, એક વર્ષથી ચાર્જમાં ચાલતી દુકાનો, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
પારડીના ઉમરસાડી-૩ના વાજબી ભાવની દુકાનના સંચાલકે અને પારડી-૨ ના સંચાલકે રાજીનામા મુકતા નવી વ્યાજબી ભાવની દૂકાન માટે દરખાસ્ત મળી હતી. વાપીના ડુંગરામાં વસ્તીના ધોરણ ધોરણ અનુસાર નવી દુકાન ખોલવા માટે દરખાસ્ત મળી હતી. ડુંગરામાં વધુ વસ્તી અને બેને એફપીએસનું અંતર ચારથી પાંચ કિમી હોવાથી ટીનાબેન બી.આહિરને નવી વ્યાજબી ભાવની દુકાન ફાળવવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું કે, રાશન કાર્ડ ધારકને મળવાપાત્ર અનાજ મળવુ જ જોઈએ. આ સિવાય વાજબી ભાવની દુકાનો કેટલા દિવસ ચાલુ રહે છે તે માટે ઓચિંતિ વિઝિટ કરવા મામલતદારશ્રીઓને સૂચન કર્યુ હતું. જિલ્લા પુરવઠા અધિકારી દિપર બારીયાએ ઈકેવાયસી તમામ રાશન કાર્ડ ધારકોનું કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું. જેથી ચોક્કસ ડેટા ક્લિયર થશે. મે માસ દરમિયાન જિલ્લાની વિવિધ વાજબી ભાવની ૧૩૮ દુકાનોમાં હાથ ધરાયેલી તપાસ અંગે ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લાના માન્ય ગ્રાહક સુરક્ષા મંડળના પ્રતિનિધિ, જિલ્લા વેપારી મંડળના પ્રતિનિધિ તેમજ વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જીએફસીસીમાં મેનેજીંગ ડીરેકટર તરીકે નિવૃત અધીકારીને એકસટેશન આપી નિમણુંક

vartmanpravah

આજે સંઘપ્રદેશ ભાજપના નવનિયુક્‍ત રાષ્‍ટ્રીય પ્રભારી વિનોદ સોનકરનું થનારૂં દમણ આગમન

vartmanpravah

આજે શિક્ષક દિનઃ રાજ્‍ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે વલસાડ જિલ્લામાંથી એક માત્ર ખડકી પ્રા.શાળાના શિક્ષિકા ઈલાબેન પટેલની પસંદગી

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજે શિક્ષણને પ્રોત્‍સાહન આપવા શરૂ કરી કવાયત

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah

દમણમાં ‘વિશ્વ માનસિક આરોગ્‍ય દિવસ’ નિમિત્તે કાનૂની સાક્ષરતા અને જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment