Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ખાતે કોળી પટેલ સમાજના ૧૬૧ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું

વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનું વલસાડ કોળી સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ ખાતે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે કોળી પટેલ સમાજના ધોરણ 10 અને ધોરણ 12 તથા ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા કુલ 161 તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. તેજસ્‍વી તારલાઓને સન્‍માનિત કરવા વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળના પ્રમુખ અને વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, કોઈપણ સમાજનો સર્વાંગી વિકાસ કરવો હોય તો શિક્ષણ એ અનિવાર્ય છે. કોળી સમાજના તેજસ્‍વી છાત્રોની સંખ્‍યામાં દર વર્ષેં વધી રહી છે. એ કોળી સમાજ માટે પ્રગતિની નિશાની છે વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ કહ્યું કે કોળી પટેલ સમાજ હજી પણ અન્‍ય વિકસિત સમાજની સરખામણીમાં ખૂબ પાછળ છે.
સમાજના વિકાસ માટે પટેલ સમાજ પ્રગતિ મંડળ અને કાર્યક્રમો કરે છે વિદ્યાર્થીઓને સ્‍કોલરશીપ રાહત દરે નોટબુક તેજસ્‍વી છાત્રોનુંસન્‍માન ગરબા મહોત્‍સવ રક્‍તદાન શિબિર ક્રિકેટ મેચની ટૂર્નામેન્‍ટ મેડિકલ કેમ્‍પ સમૂહ લગ્ન યુવક યુવતીઓ નો પસંદગી મેળો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન જેવા અનેક કાર્યક્રમો કરે છે.
ચાલુ વર્ષે તેજસ્‍વી છાત્રોની સંખ્‍યા 161 ની થઈ છે જેમાં ધોરણ 10 માં અને શાળામાં પ્રથમ 77 ધોરણ 12 સામાન્‍ય પ્રવાહમાં 12 વિજ્ઞાન પ્રવાહમાં 45 અને વિશિષ્ટ સિદ્ધિ જેવી કે ડોક્‍ટર એન્‍જિનિયર સીએ પીએચડી અને રમતગમત તથા અન્‍ય ક્ષેત્રમાં અનેરી સિદ્ધિ હાંસલ કરનારા 27 તેજસ્‍વી પ્રતિભાવનું મેડલ, પ્રમાણપત્ર અને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરતા વલસાડના વરિષ્ઠ બિલ્‍ડર અને દાનવીર બિપીનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે શિક્ષણ ક્ષેત્રે કોળી સમાજમાં તેજસ્‍વી દીકરીઓની સંખ્‍યા વધી રહી છે. તેના પ્રમાણમાં દીકરાઓ હજી મેડીકલ લાઈનમાં પાછળ છે. એનું પ્રમાણ જળવાઈ રહે તો લગ્ન પ્રસંગે યોગ્‍ય પાત્રની પસંદગીનો પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. તેમણે કહ્યું કે કોળી સમાજના યુવાનોએ યુપીએસસી, જીપીએસસી જેવી સરકારી સેવાઓની પરીક્ષા પાસ કરવા પૂર્વ તૈયારીઓ કરવી જોઈએ. જેથી સમાજના આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ જેવી વહીવટી સેવાઓમાં સમાજને સ્‍થાન પ્રાપ્ત થાય. આવનારા વર્ષોમાં સમાજનો હોલતેજસ્‍વી તારલાઓથી ભરાઈ જાય એટલી સંખ્‍યા વધે એવી આશા વ્‍યક્‍ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્‍થિત સુરત અને ચીખલીના જાણીતા કાર્ડિયોલોજીસ્‍ટ ડો.જીગર પટેલ, સુરતના પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર કીર્તેશ પટેલ, સુરતની કિરણ હોસ્‍પિટલના યુરોલોજીસ્‍ટ ડો.કાર્તિક પટેલએ પ્રાસંગિક ઉદબોધન કરી તેજસ્‍વી છાત્રોને પ્રોત્‍સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધોરણ 12 ના વાણિજ્‍ય પ્રવાહમાં છ1 ગ્રેડ અને એકાઉન્‍ટ વિષયમાં 100 માંથી 100 અને સ્‍ટેટેસ્‍ટિક વિષયમાં 100 માંથી 99 ગુણાંક મેળવનાર શેઠ આર જે જે ની વિદ્યાર્થીની દિયા યોગેશભાઈ પટેલ ડો. વેની પટેલએ તેમના પ્રતિભાવ આપ્‍યા હતા. ધોરણ 12 માં છ1 ગ્રેડ મેળવનાર વાણિજ્‍ય પ્રવાહની ચાર વિદ્યાર્થીનીઓ સીએના કોર્સ માટે જોડાઈ છે.
આ પ્રસંગે આર.એમ. એન્‍ડ વી.એમ. સ્‍કૂલના આચાર્ય બીજલ પટેલ ઉમરગામના નાયબ કાર્યપાલક ઈજનેર તેજસ પટેલ અટગામના ખેડૂત સમાજના રૂપેશભાઈ પટેલ, હિરલ પટેલ વલસાડના નાયબ કાર્યપાલક ઈજનેર જીગર પટેલ, પારડીના સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક આશિષ પટેલ, ખેડૂત અગ્રણી પરેશભાઈ પટેલ, ઉદ્યોગપતિ વિપુલભાઈ પટેલ, ઊંટડી હાઈસ્‍કૂલના શિક્ષક કમલેશ પટેલ, વલસાડ સર્વોદય છાત્રાલય ટ્રસ્‍ટના પ્રમુખ ડો.વિનોદ રાય પટેલ, જિલ્લા ભાજપના જીગીશાબેન, દર્શનાબેન પટેલ, જિલ્લા પંચાયતનાસભ્‍ય કલ્‍પનાબેન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનું વલસાડ કોળી સમાજ દ્વારા અભિવાદન કરવામાં આવ્‍યું હતું. સાંસદ ધવલ પટેલે તેજસ્‍વી છાત્રોને શુભકામનાઓ પાઠવી સરકારની શિક્ષણની અનેક યોજનાઓનો મહત્તમ લાભ મેળવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સમાજના દાતાઓ તરફથી સરવાણી વહાવાઈ હતી. કાર્યક્રમની સફળતા માટે મંડળના મંત્રી રામુભાઈ પટેલ, સહમંત્રી રોહિતભાઈ પટેલ, ખજાનચી ચંદુભાઈ પટેલ, કારોબારી ના સભ્‍યો યોગેશભાઈ પટેલ, નીતાબેન પટેલ, આશિષભાઈ પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન મંડળના ઉપપ્રમુખ શશીભાઈ પટેલે કર્યું હતું. મંડળના પ્રમુખ અને ધારાસભ્‍ય ભરતભાઈ પટેલે સૌનો આભાર માન્‍યો હતો.
—-

Related posts

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

દમણ ન.પા.માં પ્રશાસકશ્રીના સલાહકાર ગૌરવ સિંહ રાજાવતનો સપાટોઃ સ્‍વચ્‍છતા પ્રત્‍યે ઉદાસિનતા રાખતા પાંચ કર્મીઓ સસ્‍પેન્‍ડ

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

વલસાડ ખેરગામ રોડનું કામ શરૂ કરાવવા વનવિભાગની કચેરીએ ભજનકીર્તન કરી આવેદનપત્ર અપાશે

vartmanpravah

નાની દમણ બસ સ્‍ટેન્‍ડ પાસે ટોયલેટ, પીવાના પાણી તથા રેસ્‍ટ રૂમની સુવિધા માટે દાનહ અને દમણ-દીવ બહુજન સમાજ પાર્ટીએ કરેલી રજૂઆત

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment