September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડો લટાર મારતો જાવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.16: ચીખલી તાલુકાના કુકેરી વાત્‍સલ્‍ય ધામ શાંતાબા સ્‍કૂલના પરિસર નજીક શેરડીના ખેતરમાંથી રાત્રી દરમ્‍યાન દીપડો રસ્‍તા પર લટાર મારતો હતો. જેનો વિડિયો વાયરલ થતા સ્‍થાનિકોમાં ડરનો માહોલ સર્જાવા પામ્‍યો છે. દીપડાની જાહેરમાં અવર જવરથી સ્‍થાનિકોને ખેતરમાં જવા માટે પણ મુશ્‍કેલી ઉભી થવા પામી છે.બીજી તરફ આ વિસ્‍તારમાં શાંતાબા વિદ્યાલયનો વિશાળ કેમ્‍પસ હોય વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
સ્‍થાનિક આગેવાન પરિમલસિંહ પરમારના જણાવ્‍યાનુસાર અમારા વિસ્‍તારમાં બે દિવસ પૂર્વે શેરડીના ખેતરમાંથી નીકળતો દીપડો જોવા મળ્‍યો હતો. જેનો વિડીયો પણ છે. ત્‍યારે વન વિભાગ લોકોની સલામતી માટેના પગલા લે તે જરૂરી છે.

Related posts

વાપી વિસ્‍તારમાં રક્‍તદાન મહાકુંભ યોજાયો: અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદે રચ્‍યો ઈતિહાસ

vartmanpravah

વાપીની ફાઈનાન્‍સ કંપનીને ગેરમાર્ગે દોરવા કાર માલિક ખોટી નંબર પ્‍લેટ લગાવી કાર ફેરવતો ઝડપાયો

vartmanpravah

લોકસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં વધુમાં વધુ મતદાન માટે ગત વિધાનસભાની ચૂંટણીનું મતદાનનું વિશ્‍લેષણ કરાયું

vartmanpravah

કપરાડાના પાનસ ગામથી નાનાપોંઢા પોલીસે જુગારીઓ ઝડપ્‍યા

vartmanpravah

અંતે વલસાડ પાલિકાએ રખડતા ઢોરને પાંજરે પુરવાની કાર્યવાહી આરંભી : 10 ઢોર પાંજરાપોળમાં મોકલ્‍યા

vartmanpravah

સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જા મુદ્દે પ્રશાસન એક્‍શન મોર્ડમાં : દીવ નગરપાલિકાએ 4 ગેરકાયદે તાણી બાંધેલ મકાનોને તોડવાનો આપેલો આદેશ

vartmanpravah

Leave a Comment