December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

24 પુસ્‍તકોનું સર્જન કરનારપારડીના કવિયિત્રી પદ્માક્ષી પટેલનું કરાયું અદકેરું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.20: પારડી તાલુકાની પારડી કન્‍યા શાળા નંબર-1 ના ગુજરાતી ભાષાના શિક્ષિકા અને જાણીતા કવિયિત્રી પદ્માક્ષી મનીષભાઈ પટેલનું સાહિત્‍ય અને લેખનમાં ઉમદા પ્રદાન બદલ વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના પ્રમુખ અને વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલના હસ્‍તે શાલ ઓઢાડી તથા પ્રમાણપત્ર એનાયત કરી વિશિષ્ટ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
પદ્માક્ષી એટલે કમળ નયની જેવું મનોહર નામ ધરાવતા કોળી પટેલ પરિવારના કવિયિત્રી ઘર અને શિક્ષિકાની બેવડી ભૂમિકા ભજવતા જઈને શબ્‍દોની સફર ખેડયા કરે છે. ‘‘પ્રાંજલ” ના ઉપનામથી તેઓ શબ્‍દોનું સર્જન કરે છે. તેમની પાસે શબ્‍દોનો અખૂટ ખજાનો છે. એમની કવિતાઓમાં રોજબરોજના ઘરના, સામાજિક રંગ, ઢંગ, લાગણી, ભાવ જગત અને ઊર્મિઓ કાગળ પર છલકાઇ છે. શબ્‍દોના સાધક અને પ્રકળતિ પ્રેમી ‘‘પ્રાંજલ” ના વર્ષ 2021 માં 12, વર્ષ 2022 માં 8 અને 2023 ના વર્ષમાં 4 મળી કુલ 24 પુસ્‍તકો પ્રકાશિત થયા છે.
સાહિત્‍યના વિવિધ વિષયો પર ખેડાણ કરી શબ્‍દોને તેમણે પુસ્‍તકોમાં ઢાળ્‍યા છે. બાળ સાહિત્‍ય, વાર્તા, નવલિકા, વિરહના કાવ્‍યો, પ્રકળતિના કાવ્‍યો, હાસ્‍ય વ્‍યંગની કવિતાઓ, ઉત્‍સવો, દેશભક્‍તિ, ભજનઅને શિક્ષક જીવનના કાવ્‍યો ને પણ તેમણે આગવી શૈલીમાં શબ્‍દસ્‍થ કર્યા છે.
વલસાડ જિલ્લામાં કોઈ શિક્ષક કે કવિના 24 પુસ્‍તકો પ્રકાશિત થયા હોય તેવા પદ્માક્ષી પટેલ પ્રથમ કવિયિત્રી છે. તેમણે અનેક વાર્તાઓ પણ લખી છે. કોરોના તારમાં ચાર દિવાલમાં કેદ થયેલી માનવ જિંદગીનું કટ્ટણ અને રસપ્રદ નિરૂપણ કરતી તેમની નવલિકા ‘‘કાળચિન્‍હ” હદય સ્‍પર્શી છે. કોળી પટેલ પરિવારના કવિયિત્રી પદ્માક્ષી પટેલને સમાજનું ગૌરવ વધારવા બદલ તેમનું અદકેરું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

રવિવારે દેવકા બીચની સ્‍વચ્‍છતા માટે શરૂ થનારૂં જન આંદોલન

vartmanpravah

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

દાનહના પદાધિકારીઓએ કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રીનું કરેલું સ્‍વાગત

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah

પવિત્ર શ્રાવણ માસનાં પહેલા સોમવારે શિવાલયો ભક્‍તોથી ઉભરાયા: ચીખલી-બીલીમોરાના શિવમંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્‍યા

vartmanpravah

જિલ્લા સ્‍પેશ્‍યલ કોર્ટનો ચૂકાદો: દમણમાં પાંચ વર્ષની સગીરા સાથે અશ્‍લીલ હરકત કરનારા આરોપીને પોક્‍સોના કેસમાં પાંચ વર્ષની સખત કેદની સજા

vartmanpravah

Leave a Comment