Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ઘેજમાં મુખ્‍યમાર્ગને અડીને નમેલા વીજપોલ અકસ્‍માતને આમંત્રી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.21: ચીખલી-અટગામ મુખ્‍ય જિલ્લા માર્ગ ઉપર ઘેજ ગામના છતરિયા ફળીયા પાસે માર્ગને અડીને આવેલા વીજકંપનીના વીજપોલ લાંબા સમયથી નમેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. વીજપોલ નમવા સાથે આજ વિસ્‍તારમાં માર્ગની બાજુમાંથી પસાર થતીવીજલાઈન પણ ઝુલા ખાઈ રહી છે.
આ ઉપરાંત ભરડા ફળીયાના મુખ્‍યમાર્ગ સ્‍થિત કિશોરભાઈ બાલુભાઈ પટેલના ઘર નજીકથી પસાર થતી ખેતીવાડીની વીજલાઈન બે થાંભલા વચ્‍ચેનું અંતર વધારે હોવાના કારણે કે અન્‍ય કારણોસર લાંબા સમયથી ઝુલા ખાઈ રહી છે અને લાઈન એટલી નીચે આવી જવા પામી છે કે ટ્રક-ટ્રેકટર જેવા કોઈ વાહનો પસાર થાય તો પણ અડી જાય તેમ છે. આ સ્‍થળે રહેણાંકનું મકાન હોવા છતાં વીજકંપનીના અધિકારીઓ દ્વારા ગંભીરતા લેવામાં આવતી નથી. આ અંગે સ્‍થાનિક આગેવાન દ્વારા ખેરગામ વીજકંપનીના ઈજનેરો વારંવાર જાણ કરવા છતાં તેઓને મરામત માટે ફુરસદ ન હોય તેમ લાગી રહ્યું છે.
ઘેજ ગામમાં ચીખલી-અટગામ મુખ્‍યમાર્ગ ઉપર છતરિયા ફળીયા ઉપરાંત ભરડા ફળીયામાં રહેણાંક વિસ્‍તારમાંથી પસાર થતી વીજલાઈન અને વિજપોલ લોકો માટે જોખમી પુરવાર થાય તો નવાઈ નહિ. ચોમાસાની સિઝન પણ શરૂ થઈ છે. ત્‍યારે આ પ્રકારની સ્‍થિતિમાં વીજલાઈનનો ભૂલથી અજાણતામાં પણ સંપર્ક થઈ જાય તો શું સ્‍થિતિ સર્જાઈ શકે તે વીજ કંપનીના જવાબદાર ઈજનેરો સારી રીતે જાણતા હોવા છતાં તેઓને ગંભીરતા નથી કે પછી કામ કરવાની ભાવના નથી તે સમજાય એમ નથી.
તંત્રની બેદરકારીનાં લીધે લાંબા સમયથી ખેતીવાડીની વીજલાઈન ઝુલા ખાઈ રહીછે.
ઘેજ-ભરડાના કિશોરભાઈના જણાવ્‍યાનુસાર મારી ઘર પાસેથી પસાર થતી ખેતીવાડીની વીજલાઈ નમી પડેલ છે અને આ સ્‍થિતિ ઘણા લાંબા સમયથી છે. ટ્રક કે ટ્રેકટર જેવા વાહનો પસાર થાય તો અડી જાય તેવી સ્‍થિતિ છે. ત્‍યારે વીજ કંપનીના ઈજનેરો દ્વારા પ્રાથમિકતા આપી લાઈન ખેંચાવે તે જરૂરી છે.
—-

Related posts

ગણદેવી સુગર ફેક્‍ટરીમાં શેરડી પિલાણ સીઝનનો પ્રારંભ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુરના સહયોગથી એન્જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ કલેકટર અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા શહેરની વિઝીટ

vartmanpravah

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં ચાલતી 73 ચિકન-મટન શોપ પૈકી માત્ર 20 પાસે લાયસન્‍સ : કાર્યવાહી માટે ફરિયાદ

vartmanpravah

રાષ્‍ટ્રિય સેવા યોજના દાદરા નગર હવેલી અને દમણ અને દીવના સ્‍વયંસેવકોની દિલ્‍હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ પરેડમાં થયેલી પસંદગી

vartmanpravah

વલસાડ મોટા સુરવાડામાં બે યુવાનોએ ગ્રામજનો સમક્ષ એલ.ઈ.ડી. માધ્‍યમથી ભ્રષ્‍ટાચારનો પર્દાફાશ કર્યો

vartmanpravah

Leave a Comment