September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી બગવાડા હાઈવે પર માજી ભાજપ ઉપપ્રમુખની કારમાં લાગી આગ

માજી ભાજપ ઉપપ્રમુખ અને પારડી નગરપાલિકા માજી કોર્પોરેટર સમય સૂચકતા વાપરી બંને કારમાંથી ઉતરી જતા ચમત્‍કારિક બચાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: પારડી શહેરમાં સ્‍વાતિ કોલોની ખાતે રહેતા મૂળ.ખેરલાવના માજી ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગુલાબ પટેલ તેમના મિત્ર ચંદ્રપૂર ખાતે રહેતા અને માજી કોર્પોરેટર એવા બળવંતભાઈ રામદાસભાઈ માંગેલા સાથે એમની માલિકીની ફોર્ડ ફિગો કાર નંબર જીજે-15-સીડી-7209 લઈ શુક્રવારના રોજ કામ અર્થે વાપી ગયા હતા અને દોઢેક વાગ્‍યે પરત પારડી ફરી રહ્યા હતા. આ દરમ્‍યાન બગવાડા રેલવે ફલાય ઓવરબ્રિજ પાસે અચાનક કારમાં એંજિનના ભાગે ધુમાડો નજરે આવતા કાર રોકી ગોવિંદભાઈ અને બળવંતભાઈ નીચે ઉતરી કઈ કરે તે પહેલા કારમાં આગ લાગી ગઈ હતી. આ અંગેની જાણ બગવાડા ટોલ બૂથ પર થતાં કર્મચારીઓ ફાયર સિલિન્‍ડર લઈ દોડી ગયા હતા. પરંતુ કારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને આ કાર આખી બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે આ બાબતની જાણ વાપી ફાયરની ટીમને થતાં દોડી આવી પાણી મારો કર્યો હતો. આ ઘટનાને પગલે સુરત તરફના વાહનો થોડા સમય માટે અટકી પડ્‍યા હતા. કારની આગ બુઝાયાબાદ ફરી વાહનવ્‍યવહાર શરૂ થયા હતા.

Related posts

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

દીવ ભાજપ દ્વારા ડો.ભીમરાવ આંબેડકરની 131મી જન્‍મજયંતિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચંદ્રયાન-3ની સફળતા બાદ ઈસરોના ચેરમેન ડો. એસ. સોમનાથે પ્રથમ જ્‍યોતિર્લિં સોમનાથ મહાદેવના દર્શન કરી અનુભવેલી ધન્‍યતાઃ દેશની સુખ-સમૃદ્ધિની કરેલી કામના

vartmanpravah

વાપીના કરવડ ગામે લગ્ન પ્રસંગમાં વ્‍યક્‍તિને સાપ કરડયો, પરંતુ બિનઝેરી હોવાથી ટળેલું વિઘ્ન

vartmanpravah

દમણના ભામટી ગામ ખાતે સંત નિરંકારી મંડળનો વિશાળ સત્‍સંગ સમારંભ યોજાયો: વ્‍યાસપીઠ ઉપરથી સુરત ઝોનના ક્ષેત્રિય સંચાલક શૈલેષભાઈ સોલંકીએ આપેલા આશીર્વચન

vartmanpravah

Leave a Comment