Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં બીજેપી કાર્યાલય ખાતે દીવ જિલ્લા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી અને ભારતીય જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીની પુણ્‍યતિથિ નિમિત્તે આજે પુષ્‍પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. પુષ્‍પાંજલિ કાર્યક્રમ દરમિયાન બીજેપી હોદેદારોએ ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરિટ વાજા, બીજેપી મહામંત્રી ભવ્‍યેશ ચૌહાણ, કિશોર કાપડીયા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત રામજી ભીખા બામણીયા, કાઉન્‍સિલર નીતા સંદિપ જાદવ, દિનેશ કાપડિયા હર્ષિદા મિહિર સોલંકી, વૈશાલી સોલંકી, હેમાક્ષી રાજપૂત, રાહુલ રાઠોડ તથા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

ઓનલાઈન જુગારમાં રૂપિયા હારી ગયો હોવાની કબૂલાત કરતો અવધ ઉટોપિયાનો સંકેત મહેતા

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

પારડીના પીઆઈ જી.આર.ગઢવીએ ચાર્જ સંભાળતા જ અનેક ગુનાઓ ઉકેલવામાં મળી સફળતા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેકટ નિરીક્ષણ અભિયાનનો આરંભ

vartmanpravah

Leave a Comment