August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન


(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: તા.22/06/2024 ના દિને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ.કરનરાજ વાઘેલાની અધ્‍યક્ષ સ્‍થાને લોકદરબારનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
જ્‍યાં ધરમપુર ખાતે મજૂરી અર્થે 3 સીટ આવતા લોકો દંડનો ભોગ બનતા હોય છે જેને આરટીઓ સાથે સંકલન કરી લાઈસન્‍સ કાઢી આપવા, વિલસન હિલ ખાતે આવતા હાલે ફરવા આવતાફુલસ્‍પીડમાં વાહન હંકારવાના કારણે નિર્દોષ લોકો અકસ્‍માતનો ભોગ બનતા હોય છે એની સામે કડક કાર્યવાહી, બોપી ગામે ચેકપોસ્‍ટ મુકવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી.
સાથે જિલ્લા પોલીસ વડાશ્રી દુઃખ સાથે સૂચન કર્યું કે આદિવાસી વિસ્‍તારમાં ઓછી ઉંમરમાં લગ્ન કરી દેવાના કારણે ઓછી ઉંમરમાં માતા બનવાના કારણે 266 દીકરીઓએ જીવ ગુમાવ્‍યો છે એની એ બાબતે વિષેશ ધ્‍યાન દોરવાનું સુચન કર્યું હતું. સાથે આદિવાસી વિસ્‍તારમાં કોલેક્‍ટર, ડીવાયએસપી, મામલતદાર, ટીડીઓ જેવા અધિકારી બને એના માટે કલાસીસ ચાલુ કરવાની વાત કરી, અને બીજા ટ્રાફિક કે અન્‍ય બાબતે જરૂરી સુચનો જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવ્‍યા હતા.
જ્‍યાં ડીવાયએસપીશ્રી વર્મા સાહેબ, સીપીઆઈ શ્રી વસાવા સાહેબ, ધરમપુર પીએસઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ, નાનાપોંઢા પીએસઆઈ શ્રી સગર સાહેબ, અન્‍ય પીએસઆઈશ્રીઓ અને ધરમપુર તાલુકાના નાગરિકો હાજર રહ્યા હતા.

Related posts

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

‘સ્‍વચ્‍છ ભારત અભિયાન’ની પ્રેરણા: ‘સ્‍વચ્‍છતા – નોટ બાય હેન્‍ડ્‍સ, બાય લેગ’ પ્રોજેક્‍ટ જાહેર શૌચાલયોમાં સ્‍વચ્‍છતાના સમીકરણો બદલશે

vartmanpravah

કપરાડા સુખાલાના યુવા પ્રાધ્‍યાપકે આદિવાસી ચેતના વિષય ઉપર પીએચ.ડી. કર્યુ

vartmanpravah

અદાણી લોજીસ્ટિકસ લિ.એ નવકાર કોર્પોરેશન લિ. પાસેથી ICDતુમ્બ (વાપી) હસ્તગત કર્યો

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

Leave a Comment