September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં 1લી જુલાઈનાં 2024નાં રોજ સોમવારે રાષ્‍ટ્રીય ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે આપણાં જીવનમાં અને સમાજમાં ડૉક્‍ટરોનું યોગદાનને સન્‍માન આપવા માટે 1લી જુલાઈનાં રોજ ડૉક્‍ટર્સ-ડે તરીકે મનાવવાં આવે છે હોવાનું નાના બાળકોને શિક્ષકો દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.
આજનાં ડૉક્‍ટર્સ-ડે ઉજવણી નિમિત્તે વિશ્વભરના ડૉકટરોની ભાવનાને યાદ કરી દર્દીઓની સુખાકારી સુનિヘતિ કરવા માટે દિવસ-રાત ડૉકટરો કામ કરે છે. એ માટે એમના પ્રતિ કળતજ્ઞતાના પ્રતીક રૂપે પ્રિ-સ્‍કૂલ સલવાવનાં તમામ વિદ્યાર્થીઓએ તબીબી ક્ષેત્રને લગતા વિવિધ રીતે વિવિધ પરિધાનોને ધારણ કરી ડૉક્‍ટર્સ દિવસની ઉજવણી કરી હતી. જેમાં નાના ભૂલકાઓ ડૉકટર, નર્સ, કમ્‍પાઉન્‍ડર, દર્દી બની હોસ્‍પિટલમાં ડૉકટરો અને એમના સ્‍ટાફદ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓને વિવિધ ભૂમિકા ભજવી જીવંત સર્જનાત્‍મકતા રજૂ કરી હતી.
વિદ્યાર્થીઓની સર્જનાત્‍મકતા અને કલ્‍પનાશક્‍તિને ઉત્તેજીત કરવા માટે ભૂમિકા ભજવવી જરૂરી છે અને તે સંચાર, સહાનુભૂતિ અને સમાજીકરણ જેવી કુશળતા વિકસાવવામાં પણ મદદ કરે છે. આ બાબતોને ધ્‍યાનમાં રાખીને વિદ્યાર્થીઓ માટે ‘ડોક્‍ટરની ભૂમિકા’ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ ડોકટર દિવસની ઉજવણીમાં નર્સરી, જુનિયર કેજી અને સિનિયર કેજીનાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે ડૉક્‍ટર-નર્સ, દર્દીની ભૂમિકા ભજવી હતી અને રોજીંદા જીવનમાં ડૉક્‍ટર્સની કીટ, સ્‍વસ્‍થ આદતો, વ્‍યક્‍તિગત સ્‍વચ્‍છતા વગેરેનો સંદેશો આપ્‍યો હતો.

Related posts

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

ચીખલીના સમરોલીમાં ફુલદેવી માતાના મંદિર સ્‍થિત નયનરમ્‍ય તળાવ

vartmanpravah

સાયલીની એ.વાય.એમ. સિન્‍ટેક્ષ કંપનીમાં શનિવારે મળસ્‍કે ફાટી નિકળેલી આગઃ જાનહાની ટળી

vartmanpravah

ધરમપુર આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓને વિતરણ કરાયેલ ક્ષતિગ્રસ્ત સાયકલો અંગે તપાસ કરવા રજૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને ચિલ્‍ડ્રન યુનિવર્સિટી ગુજરાતના સંયુક્‍ત પ્રયાસથી આયોજીત સંઘપ્રદેશના શિક્ષણ સચિવ જતિન ગોયલે સમર કેમ્‍પ ‘કલામૃતમ્‌’ની લીધેલી મુલાકાતઃ બાળકો સાથે કરેલો વાર્તાલાપ

vartmanpravah

રમત અને યુવા વિભાગ દ્વારા 61મા સુબ્રતો મુખરજી કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્‍પર્ધા-2022માં ભાગ લેવા સંઘપ્રદેશના ખેલાડીઓ નવી દિલ્‍હી જવા રવાના

vartmanpravah

Leave a Comment