October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

તંત્ર ફરક્‍યું જ નહીં, સ્‍થાનિકોએ બે કલાકનો પુરુષાર્થ કરી વૃક્ષ હટાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વાપી શામળાજી હાઈવે નં.56 ઉપર નાનાપોંઢા બાલચોંડી ગામ નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ત્રણ કલાક હાઈવેની અવર જવર રહેતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.
વાપી શામળાજી હાઈવે નં.56 વ્‍યસ્‍ત હાઈવે છે. વ્‍યારા ભરૂચ તરફથી શામળાજી તરફ જતા હાઈવે ઉપર વાહનોની અવર જવર 24 કલાક રહેતી હોય છે. આજે મંગળવારે સવારે નાનાપોંઢા નજીક બાલચોંડી ગામ પાસે નિલગીરીનું તોતિંગ વૃક્ષ વરસાદના કારણે ધરાશાયી થયું હતું. ઝાડ ઉપર તોતિંગ વૃક્ષ આડુ પડી જતા બન્ને તરફથી વાહનોની અવર જવર થંભી જવા પામી હતી. પરિણામે ટ્રાફિક જામ થઈ ગયો હતો. કલાકો સમય વિતતો રહ્યો પરંતુ વહિવટી તંત્રનું કોઈ ફરક્‍યું નહોતું તેથી ગ્રામજનો એકઠા થઈ સમસ્‍યાને હલ કરવાનો પ્રયત્‍ન શરૂ કર્યો હતો. ઈલેક્‍ટ્રીક કટર અને જેસીબી લાવીને બે કલાક બાદ વૃક્ષને કાપીને દૂર કર્યું હતું. ત્‍યારબાદ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થયો હતો. ત્રણેય કલાક બન્ને તરફના ટ્રાફિકને લઈ હજારોવાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા.

Related posts

વાંસદા તાલુકા નવતાડ ગામની કાજલ માહલાએ સતત ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી

vartmanpravah

દમણઃ સોમનાથ ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયેલું અભિવાદન

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

આજે વાપીમાં વૃષ્‍ટિ શાહનું આરંગેત્રમ

vartmanpravah

વલસાડના કપરાડા તાલુકાના અંભેટી ગામની ઘટના કાકાએ ભત્રીજા પર હુમલો કર્યા બાદ પોતે ફાંસો ખાઈ લેતા ભારે ચકચાર મચી ગઈ

vartmanpravah

આખરે વાપી જીઆઈડીસીના ઓવરહેડ ટાવરોની લાઈન હટાવવાની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment