October 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દાદરા નગર હવેલી જિલ્લા કલેક્‍ટરને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન માટે રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા સન્‍માનિત કરાયા

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્‍વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળકોને નશીલી દવાઓ અને માદક પદાર્થોના દુરૂપયોગની રોકથામ અને ગેરકાયદે તસ્‍કરી ઉપર રોક લગાવવા માટે કરેલા સરાહનીય પ્રયાસોનું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
દમણ, તા.02 : રાષ્‍ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા તાજેતરના વર્ષોમાં શરૂ કરાયેલ ‘એક યુદ્ધ નશે કે વિરૂદ્ધ’ અભિયાન અંતર્ગત દેશના 372 જિલ્લામાંથી શ્રેષ્‍ઠ 30 જિલ્લામાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ કરવામાં દાદરા નગર હવેલી જિલ્લાનો પણ સમાવેશ થયો છે અને કેન્‍દ્રના ગૃહરાજ્‍ય મંત્રી શ્રી નિત્‍યાનંદ રાય દ્વારા દાદરા નગર હવેલી જિલ્લાને પુરસ્‍કૃત પણ કરાયા છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દૂરંદેશી નેતૃત્‍વ અને કુશળ માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં બાળકોને નશીલી દવાઓ અને માદક પદાર્થોના દુરૂપયોગની રોકથામ અને ગેરકાયદે તસ્‍કરી ઉપર રોક લગાવવા માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવ્‍યા હતા.
દાદરા નગર હવેલી જિલ્લામાં જિલ્લા સ્‍તર ઉપર બનાવવામાં આવેલ સંયુક્‍ત કાર્યયોજનાનું ઉત્‍કૃષ્‍ટ પરિણામ મળ્‍યું છે. જેમાં જિલ્લાને નશામુક્‍ત ભારત યોજનાનું કાર્યાન્‍વયન કરવામાં આવ્‍યું હતું અને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્‍યા હતા. તદ્‌ઉપરાંત વિવિધ હીતધારકોને તાલીમ પ્રદાન કરી તેમની જવાબદારી નક્કી કરવામાં આવી હતી.
રાષ્‍ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે દાદરા નગર હવેલી જિલ્લાને સંયુક્‍ત કાર્યયોજનાના સફળ કાર્યાન્‍વયન માટે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન જિલ્લાના રૂપમાં કેન્‍દ્રિય ગૃહરાજ્‍ય મંત્રી શ્રીનિત્‍યાનંદ રાયના હસ્‍તે સ્‍મૃતિ ચિહ્ન અને પ્રશસ્‍તિ પત્ર આપી સન્‍માનિત કરાયું હતું. દાદરા નગર હવેલી જિલ્લાને ઉત્‍કૃષ્‍ટ પ્રયાસો માટે દેશના કુલ 372 જિલ્લામાંથી શ્રેષ્‍ઠ 30 જિલ્લામાં આ બહુમાન મળ્‍યું છે.

Related posts

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર્સ તૈયાર હોવા છતાં બ્‍લડ બેંક કાર્યરત નહી થતા પ્રાંતમાં રજૂઆત

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલે મોટી દમણ હોસ્‍પિટલની મુલાકાત લઈ વ્‍યવસ્‍થા અને સુવિધાઓનું કરેલું નિરીક્ષણ: દમણ-દીવના લોકોને દરેક પ્રકારની સુવિધા મફતમાં મળે તેવી વ્‍યવસ્‍થા કરવા આપેલું આશ્વાસન

vartmanpravah

21st સેન્‍ચ્‍યુરી કેન્‍સર કેર સેન્‍ટરના ડો.અક્ષય નાડકર્ણીએ આંતરરાષ્‍ટ્રીય કેન્‍સર કોન્ફરન્સ લંડનમાં આયુષ્‍યમાન ભારત યોજનાની પ્રશંસા કરીનેભારત અને વાપીને વૈશ્વિક પ્‍લેટફોર્મ પર મુકયું

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં વધુ એક લવ જેહાદનો કિસ્‍સો નોંધાયો : વિધર્મી યુવક વિરૂધ્‍ધ ફરીયાદ બાદ અટક

vartmanpravah

Leave a Comment