Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી – ગણદેવી – ખેરગામ તાલુકામાં મેઘરાજાનું જોર વધ્‍યું લોકમાતાઓ બંન્ને કાંઠે વહેતી થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: તાલુકામાં મંગળવારના રોજ ધોધમાર વરસાદ વરસ્‍યા બાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ચાલુ રહ્યા હતા. આ દરમ્‍યાન શુક્રવારના રોજ વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો સાથેના ઘનઘોરવાતાવરણ વચ્‍ચે વહેલી સવારમાં જ વરસાદનું આગમન થયું હતું. અને આઠેક વાગ્‍યાના બે કલાકમાં જ ધોધમાર વરસાદ વરસતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. અને માર્ગો પર ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા. સારા વરસાદથી તાલુકા મથક ચીખલી તાલુકા સહિત તાલુકાઓમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી નવ ફૂટે પહોંચી હતી. આ ઉપરાંત અંબિકા, કાવેરી, ખરેરા સહિતની લોકમાતાઓ તથા નાવણી નદી, ફૂગરી ખાડી, નીરજ ખાડી, મરકી ખાડી સહિતના સ્‍થાનિક કોતરોમાં પણ પાણીની સપાટી વધવા પામી હતી.
સારા વરસાદથી ખેતરોમાં પણ પૂરતા પ્રમાણમાં પાણીથી કેટલાક વિસ્‍તારમાં ડાંગરની રોપણી પણ ચાલુ થઈ જવા પામી હતી. જોકે મહત્તમ ખેડૂતોનું ધરૂ તૈયાર થતું હોય રોપણી પુરજોશમાં જોવા મળી ન હતી. તાલુકામાં બપોરે બે વાગ્‍યે બાદ વરસાદનું જોર ઘટયું હતું. પરંતુ વાદળો છવાયેલા રહેવા સાથે વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. અને વિઝીબિલિટી પણ ઘટતા વાહન ચાલકોએ લાઈટો ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત આવી હતી.
તાલુકામાં સવારે છ વાગ્‍યાથી 8-કલાકમાં 1.92 ઇંચ અને સાંજે ચાર વાગ્‍યે પુરા થતા ચોવીસ કલાકમાં 2.24 ઇંચ વરસાદ સાથે સિઝનનો કુલ વરસાદ 20.08 ઇંચ નોંધાવા પામ્‍યો હતો.

Related posts

ગુજરાતનાં દરેક ગામમાં પહોચશે મોબાઈલ સેવા અને ફાઈબર

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

વલસાડ તાલુકાના 2 અને ધરમપુર તાલુકાના 3 સબ સેન્‍ટરો નેશનલ લેવલે ક્‍વોલિફાઈડ થયા

vartmanpravah

દાનહ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ દામજીભાઈ કુરાડા અને મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ સુરંગીમાં 2M3 ક્ષમતાના બાયોગેસ પ્‍લાન્‍ટનું કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્‍થાપના દિવસની આનંદ ઉત્‍સાહ અને સાંસ્‍કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી

vartmanpravah

લોકસભાની વલસાડ-ડાંગ બેઠક માટે કોંગ્રેસે ધારાસભ્ય અનંતભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા

vartmanpravah

Leave a Comment