September 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

તાલુકા હેલ્‍થ કચેરી પારડી દ્વારા પારડી નગરપાલિકાના તમામ સ્‍ટાફની પ્રેસર અને સુગર ની તપાસ કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.05: સમગ્ર ભારતમાં હાલમાં બિનચેપી એટલે કેપ્રેસર અને સુગર જેવી બીમારીનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. આ પ્રેસર અને સુગર જેવા રોગો આપણને શરીરમાં વધી ગયા બાદ ખબર પડતી હોય જેને ધ્‍યાનમાં લઈ શરૂઆતના તબક્કામાં જ આવા બિનચેપી કહેવાતા સુગર અને પ્રેસરના રોગોની સારવાર કરી દવા ગોળી ચાલુ કરી આવા રોગોને શરૂઆતમાં જ નિવારી શકાતો હોય સરકારના આદેશથી તમામ સરકારી કર્મચારીઓની તપાસ કરી આવા પ્રેસર અને સુગર જેવા બિન ચેપી ગણાતા રોગોને નાબૂદ કરવામાં આવશે.
જે અંતર્ગત આજે પારડી હેલ્‍થ કચેરી ઓરવાડ દ્વારા તાલુકા હેલ્‍થ ઓફિસર રાઠોડ તથા જિલ્લા આરોગ્‍ય અધિકારી કિરણ પટેલના અધ્‍યક્ષતમાં તેમના માર્ગદર્શન તથા સુચના અનુસાર પારડી નગરપાલિકાના તમામ કર્મચારીઓનું આવા બિનચેપી એટલે કે પ્રેસર અને સુગરની તપાસ કરવામાં આવી હતી.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્‍ય અધિકારી કિરણ પટેલ, તાલુકા હેલ્‍થ ઓફિસર ઓરવાડના પ્રકાશ રાઠોડ, ડૉ.શ્રેયસ રાઠોડ, સી.એચ.ઓ. મયુરકાંત પંડ્‍યા, કિશન પટેલ, આર્મી પટેલ, રાજેશ્વરી પટેલ, જાગૃતિ પટેલ, પ્રતીક્ષા પટેલ તથા ડોક્‍ટર તથા મેડિકલ ઓફિસ વિગેરેનો હેલ્‍થ કચેરીનો સ્‍ટાફ ઉપસ્‍થિત રહી સેવા બજાવી હતી.

Related posts

બીલીમોરા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

વલસાડ મોટી પલસાણ જતી એસ.ટી. બસમાં ચાલુ બસમાં કન્‍ડક્‍ટરને હાર્ટ એટેકનો હુમલો

vartmanpravah

રમાઈ મહિલા બ્રિગેડ અને સમ્રાટ અશોક સંગઠનના ઉપક્રમે દમણમાં આંબેડકરવાદી સમાજનો જયઘોષઃ શિક્ષણ સંગઠન સાથે સ્‍વરોજગાર ઉપર જોર

vartmanpravah

ગુજરાત બોર્ડના જાહેર થયેલા પરિણામમાં મોટી દમણની કોન્‍વેન્‍ટ સ્‍કૂલ (આઈ.ઓ.એલ.એફ)માં ધો.10મા શર્વરી કૌસ્‍તુભ આરેકર પ્રથમ

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment