October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાની ક્‍વોરીમાં ઉપરથી પથ્‍થર પડતા યુવકનું કરુણ મોત

ભારત સ્‍ટોન ક્‍વોરીમાં કામ કરતા વ્‍યારાના પંકજ ગોવિંદ ગામીત મોતને ભેટયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: કપરાડા તાલુકાના ઝરી ફળીયામાં આવેલ એક ક્‍વોરીમાં કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. ક્‍વોરીમાં કામ કરી રહેલ યુવકના માતા ઉપર ઉપરથી પથ્‍થર પડતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જો કે માલિક બેહોશ સ્‍થિતિમાં નાનાપોંઢા સરકારી હોસ્‍પિટલમાં લાવ્‍યા હતા પંરતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
મૂળ વ્‍યારા હનુમતિયા ફળીયામાં રહેતો 29 વર્ષિય પંકજ ગોવિંદ ગામીત કપરાડા ઝરી ફળીયામાં આવેલ ક્‍વોરીમાં કામ કરતો હતો. ગતરોજ તે ક્‍વોરીમાં ટ્રક પાસે ઉભો હતો, વરસાદ ચાલું હતો ત્‍યારે અચાનક તેના માથા ઉપર ઉપરથી પથ્‍થર પડયો હતો. પંકજ ઘટના સ્‍થળે બેભાન થયો હતો. જેને માલિક સુખાજી છોગાજી ગુર્જર પોતાની કારમાં નાનાપોંઢા સરકારી હોસ્‍પિટલમાં લઈ આવેલા પરંતુ કમનસીબે ફરજ પરના તબીબે પંકજ ગામીતને મૃત જાહેર કર્યો હતો. અકસ્‍માત મોત અંગેની ખબર પોલીસમાં કુલબીર સીંગે આપી હતી.

Related posts

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે વિવિધ બેઠકોનું કરેલું નેતૃત્‍વ

vartmanpravah

દમણ જિલ્લામાં હવેથી જાહેર અને ખાનગી જગ્‍યામાં પોલીથીન પ્‍લાસ્‍ટિક ખાલી ડબ્‍બા બોટલ કે કચરો રઝળતો દેખાશે તો થનારી દંડાત્‍મક કાર્યવાહી

vartmanpravah

ભાવિકાબેન પટેલ હિન્‍દી વિષયમાં પીએચડી થયા

vartmanpravah

વાપી રોફેલ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ જીટીયુમાં ઝળક્‍યા

vartmanpravah

સમરોલી જુના વલસાડ રોડ સ્‍થિત એક સોસાયટીમાં તસ્‍કરોએ કસબ અજમાવી રોકડા રૂપિયા તેમજ સોનાના દાગીના મળી કુલ્લે રૂ.1.60 લાખની મત્તા ચોરી

vartmanpravah

મતદાન જાગૃતિ માટે વલસાડમાં શિક્ષકો દ્વારા બાઈક રેલી નિકળી

vartmanpravah

Leave a Comment