October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સમરોલીના રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.07: સમરોલી સ્‍થિત રણછોડરાય મંદિરથી ભગવાન જગન્નાથજીની વાજતે ગાજતે રથયાત્રા નીકળી હતી. રથયાત્રા ચીખલી નગરના ધોબીવાડ, બજાર સ્‍ટ્રીટ, વાણિયાવાડ, બગલાદેવ મંદિર, એસ.ટી.ડેપો સર્કલ થઈ સમરોલી સ્‍થિત મંદિર ખાતે પહોંચી હતી. રથયાત્રા દરમ્‍યાન ભાવિકભક્‍તો દ્વારા ભગવાન જગન્નાથના સૌએ દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રા નગરમાં નીકળતા ચીખલી વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વાણિયાવાડ સ્‍થિત રામજી મંદિર ખાતે રથયાત્રાનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. રથયાત્રા નગરમાં નીકળતા સમગ્ર વિસ્‍તારમાં ભક્‍તિમય વાતાવરણ સર્જાયું હતું. આ સાથે યોજાયેલા મહાપ્રસાદનો પણ અનેક ભક્‍તોએ લાહ્‌વો લીધો હતો. સાથે રથયાત્રામાં ભજન અને ગરબાની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. દરમ્‍યાન ચીખલી ઈન્‍ચાર્જ પીઆઈ શ્રી રાજપૂત, પીએસઆઈ શ્રી એસ.જે.કડીવાલા, શ્રીએચ.એસ.પટેલ તેમજ ચીખલી પોલીસના શ્રી અલ્‍પેશભાઈ, શ્રી વિજયભાઈ, શ્રી ગણપતભાઈ સહિત ચીખલી પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

વાપી કેબીએસ કોલેજની વિદ્યાર્થીનીની નેશનલ ઈન્‍ટીગ્રેશન કેમ્‍પમાં સંદગી

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ સંગઠન પર્વ-2024ના ચૂંટણી અધિકારી તરીકે દમણના તેજતર્રાર યુવા નેતા વિમલ પટેલની કરેલી નિમણૂક

vartmanpravah

ભીલાડ-બરોડા મેમુ ટ્રેનમાં ડુંગરી નજીક બે ખુદાબક્ષ મુસાફરોએ ટી.સી. ઉપર હુમલો કરી લૂંટ ચલાવી

vartmanpravah

સીબીએસઈ બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલનું ધોરણ 12 સાયન્‍સનું 99 ટકા અને કોમર્સનું 97.2 ટકા પરિણામ આવ્‍યું

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

પારડીમાં ક્રિકેટ સ્‍ટેડિયમનું લોકાર્પણ કરતાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment