October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં વધુ એક જર્જરીત એપાર્ટમેન્‍ટની બાલ્‍કની તૂટી પડી : નીચે દુકાનના પતરા અને બાઈક દબાયા

મદનવાડ શિવ એપાર્ટમેન્‍ટમાં સોમવારે રાતે ઘટેલી ઘટના : કોઈ જાનહાની નહી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડમાં એક પછી એક જર્જરીત મકાનો છેલ્લા કેટલાક દિવસથી ચોમાસામાં તૂટી પડી રહ્યા છે. તેવો વધુ એક બનાવ સોમવારે રાત્રે બન્‍યો હતો. વલસાડના મદનવાડ વિસ્‍તારમાં આવેલ શિવ એપાર્ટમેન્‍ટની જર્જરીત બાલ્‍કની તૂટી પડતા વિસ્‍તારમાં દોડધામ મચી જવા પામી હતી.
વલસાડ શહેરમાં અનેક જર્જરીત એપાર્ટમેન્‍ટ અને મકાનો છે. તેથી વારંવાર તેવા જર્જરીત મકાનો તૂટી પડવાની ઘટના છેલ્લા કેટલાક સમયથી બનીરહી છે. વલસાડના મદનવાડ વિસ્‍તારમાં આવેલ 20 થી 25 વર્ષ જુના શિવ એપાર્ટમેન્‍ટની ફસ્‍ટ ફલોરની બાલ્‍કની ગત રાત્રે તૂટી પડી હતી. જેમાં નીચે આવેલ દુકાનના પતરા તૂટી ફૂટી ગયા હતા તેમજ એપાર્ટમેન્‍ટ નીચે પાર્ક કરેલ વાહનો પૈકી બે-ત્રણ બાઈક ઉપર કાટમાળ પડતા બાઈકો નુકશાનગ્રસ્‍ત થઈ હતી. ઘટના સમયે રાત હોવાથી મોટી દુર્ઘટના કે જાનહાની ટળી હતી. નગરપાલિકા દ્વારા સર્વે કરાવી જુની જર્જરીત ઈમારતો હજુ ફરી આગળ તૂટી ના પડે તે માટે નોટિસ કે જરૂરી પગલા લેવાનો સમય પાકી ગયો છે. હજુ બે-ત્રણ દિવસ પહેલાં સુરત સચીનમાં એક આખી ઈમારત ધરાશાયી થઈ હતી. તેમાં અનેક નિર્દોષોનું મોત થયું હતું તેવી ઘટનાનું પુનરાવર્તન વલસાડમાં ના થાય તે માટે સતર્કતા અને સાવચેત રાખવાનો સમય પાકી ગયો છે.

Related posts

દાનહઃ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજોની ચોરીના ગુનામાં સાંસદના પી.એ.ગૌરાંગ સુરમા, સેલવાસ ન.પા.ના પૂર્વ અધ્‍યક્ષકમલેશ પટેલ સહિત 4ની ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદર અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનવાલ અને રાજ્‍યમંત્રી શ્રીપદ નાઈક સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

દમણ-દાનહની તમામ ગ્રામ પંચાયતોમાં ‘મારી માટી મારો દેશ’ અંતર્ગત યોજાયા કાર્યક્રમો

vartmanpravah

દીવ ખાતે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા દરિયામાં ન્હાવાનો લુપ્ત ઉઠાવતા પર્યટકો

vartmanpravah

વલસાડમાં હિટ એન્‍ડ રન કેસમાં મોતને ભેટલા મૃતકોના વારસદારોને રૂ. બે લાખનું વળતરના હુકમ એનાયત કરાયા

vartmanpravah

Leave a Comment