October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના 71મા ‘મુક્‍તિ દિવસ’ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે સાદગીપૂર્વક કરાઈ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ દાનહ અને દમણ-દીવનો થઈ રહેલો સર્વાંગી વિકાસઃ દાનહ જિલ્લા કલેક્‍ટર પ્રિયાંક કિશોર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02: આજે દાદરા નગર હવેલીના 71મા મુક્‍તિ દિવસ સમારોહની ઉજવણી સેલવાસ ખાતે કલેક્‍ટર કચેરી પરિસરમાં ખુબ આનંદ અને ઉત્‍સાહથી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્‍ય અતિથિ પદે ઉપસ્‍થિત રહેલા દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે ધ્‍વજારોહણ કર્યું હતું. પોલીસ અને રિઝર્વ બટાલિયન તેમજ ફાયર વિભાગના જવાનોએ પોલીસ બેન્‍ડ દ્વારા રાષ્‍ટ્રગીત સાથે સલામી ઝીલી હતી.
આજના દાનહ મુક્‍તિ દિવસના ઉજવણી કાર્યક્રમ પ્રસંગે મુખ્‍ય અતિથિ પદે ઉપસ્‍થિત રહેલા દાદરા નગર હવેલીના કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, આજથી 70 વર્ષ પૂર્વે આપણાં પ્રદેશને પોર્ટુગીઝોની ચુંગાલમાંથી મુક્‍તિ મળી હતી. આ સ્‍મરણીય પુનિત અવસરે કલેક્‍ટરશ્રીએ પ્રદેશની મુક્‍તિ માટે પોતાનું બલિદાન આપનારા તમામ સ્‍વતંત્રતા સેનાનીઓ અને શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, પાછલા કેટલાક વર્ષોમાં દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શનમાં ઓલરાઉન્‍ડ વિકાસ થઈ રહ્યો છે, જેનો લાભ અહીંના લોકોને મળી રહ્યો છે અને અન્‍ય મોટી મોટી વિકાસ યોજનાઓનું વિકાસકાર્ય ખુબ તીવ્ર ગતિથી ચાલી રહ્યું છે.
દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે તેમના સંભાષણના અંતે જણાવ્‍યું હતું કે, પ્રશાસને પ્રદેશના વિકાસ માટે તમામ પ્રયાસો કર્યા છે અને આગળ પણ કરવામાં આવશે. તેમણે જણાવ્‍યું હતું કે, સ્‍થાનિક જન પ્રતિનિધિઓ, સ્‍વતંત્ર સેનાનીઓ, ઉદ્યોગપતિઓ, મીડિયાકર્મીઓ અને આપણાં પ્રદેશના તમામ લોકોના સતત સમર્થનથી આ પ્રશાસન તમામ લોકો માટે સમગ્ર સમૃદ્ધિ, વિકાસ અને પ્રગતિ પ્રાપ્ત કરવાના પોતાના પ્રયાસોમાં સફળ થશે.
આ અવસરે દાનહ સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર, દાનહ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, એસ.પી. શ્રી અમિત કુમાર, આર.ડી.સી. શ્રી મોહિત મિશ્રા, સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રજનીબેન શેટ્ટી, પૂર્વ સાંસદો, જિલ્લા પંચાયતના સભ્‍યો, નગરપાલિકાના કાઉન્‍સિલરો, પ્રશાસનિક અધિકારીઓ, આગેવાનો સહિત મોટી સંખ્‍યામાં આમ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

વલસાડમાં તા.27 અને 28 એપ્રિલે વિવિધ કારકિર્દી અંગે કેરિયર ફેર 2024 યોજાશે

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશના બોક્‍સર સુમિતે ‘યુથ વર્લ્‍ડ બોક્‍સિંગ કપ-2024’માં બ્રોન્‍ઝ મેડલ જીતી રચ્‍યો ઇતિહાસ વિશ્વ સ્‍તરે મેડલ જીતનાર બોક્‍સર સુમિત કેન્‍દ્ર શાસિત પ્રદેશના પ્રથમ ખેલાડી બન્‍યા

vartmanpravah

આજે મોટી દમણના લાઈટ હાઉસ બીચ ખાતે ભવ્‍ય ‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાશે: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

Leave a Comment