September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં બી.એસ.સી અને એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. કોલેજના અધ્‍યાપકો ડો.પિંકલ પટેલ, ડો.મહેશ સોનવણે, પ્રા.જ્‍યોત્‍સના ભૂબનેશ, પ્રા.સોફિયા મોસેસના નેજા હેઠળ જોબ પ્‍લેમેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાઈટલ લેબોરેટરી પ્રાઈવેટ લિમિટેડ કંપનીના ડો.રાહુલ તિવારી તથા તેમની ટીમ હાજર રહ્યા હતા. જેઓએ વિદ્યાર્થીઓમાં છુપાય રહેલી કળાકૌશલ્‍યની ચકાસણી કરી અને પોતાના વિષયમાં નિપુણતા છે કે નહિ એ બાબતનું ધ્‍યાન રાખી પસંદગી કરવામાં આવ્‍યા હતા. કોલેજ કેમ્‍પસમાં વિવિધ શાખામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના પોતાના પગભર બની પોતાનું સારું એવું જીવન વ્‍યાપન કરી શકે એ હેતુથી આયોજન કરવામાં આવ્‍યુ હતુ અને આ ઈન્‍ટરવ્‍યૂમાં 16 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્‍થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા ઈન્‍ચાર્જ કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહએ શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડીમાં રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

સરીગામ પાગીપાડા નહેરની બાજુમાં ગેરકાયદેસર નિકાલ કરેલ દવા ગોળીના જથ્‍થાનો મુદ્દો ગંભીર પરંતુ મંદ ગતિએ તપાસ

vartmanpravah

જીઆઇડીસી કેન્‍દ્ર શાળા-વાપીના શિક્ષિકા કલાવતીબેનનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી ચલા ખાતે પ્રમુખ ઓરા સોસાયટીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

Leave a Comment