September 15, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રા.પં.ની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસના ઉપલક્ષમાં સંઘપ્રદેશ પ્રશાસનના નેશનલ ગ્રામીણ આજીવિકા મિશન(એન.આર.એલ.એમ.)ના સહયોગથી દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયતની સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની 3 બહેનોને સ્‍વનિર્ભર બનવા મોટી દમણ રામસેતૂ બીચ ઉપર સિલવન દીદી લારીનો આરંભ સરપંચ શ્રી મુકેશ ગોસાવી દ્વારા કરાવવામાં આવ્‍યો હતો.
દમણવાડા ગ્રામ પંચાયતની શ્રીમતી કલ્‍પનાબેન હળપતિ, શ્રીમતી પાર્વતીબેન બારી તથા શ્રીમતી જોશિલાબેન બારીને પ્રથમ ચરણમાં પોતાની આજીવિકા માટે સિલવન દીદી લારી માટે પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસે દમણવાડા ગ્રામ પંચાયતની બહેનોના સશક્‍તિકરણ માટેનો એક નવો માર્ગ પણ શરૂ થતાં સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો પણ આભાર પ્રગટ કરવામાં આવી રહ્યો છે.

Related posts

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

પારડી પોલીસ દ્વારા સર્વિસ રોડના વાહનો ખસેડાયા: છેલ્લા કેટલાક સમયથી થતી ટ્રાફિકની સમસ્‍યાનો અંત

vartmanpravah

દમણઃ કચીગામ બારમાં સામાન્‍ય ઝઘડામાં વાપીના વેટરનરી ડોક્‍ટરના પુત્રની હત્‍યાઃ બે યુવક ઘાયલ

vartmanpravah

વલસાડ શહેર પોલીસ, વલસાડ ફિઝિશીયન ઍસોસિઍશન અને વલસાડ ઍમ.આર. ઍસોસિઍશન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલના કર્મચારીઓના બાકી પગાર માટે ધારાસભ્‍ય અનંત પટેલના પ્રયત્‍નથી સુખદ ઉકેલ આવ્‍યો

vartmanpravah

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

Leave a Comment