October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અતિવૃષ્‍ટિને લઈ વલસાડ, ધરમપુર, કપરાડા તાલુકાની સ્‍કૂલ-કોલેજ સોમવારે બંધ રહી

બાળકોની જાહેર સલામતિ માટે ડી.ડી.ઓ. દ્વારા લેવાયેલ નિર્ણય

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લો અતિવૃષ્‍ટિનો માર છેલ્લા સપ્તાહથી ઝીલી રહ્યો છે તેથી અનેક ગામોના રસ્‍તા બંધ થઈ ચૂક્‍યા છે. નીચા કોઝવે અને પુલો ડૂબી ગયા છે. તેવા ખાસ કરીને ધરમપુર, વલસાડ અને કપરાડા વિસ્‍તારમાં અતિવૃષ્‍ટિની અસર વધુ પહોંચી છે તેથી ડી.ડી.ઓ. વલસાડ દ્વારા રવિવારે સાંજે ટ્‍વીટ કરીને સુચના આપી હતી કે વલસાડ, કપરાડા, ધરમપુર તાલુકાની સ્‍કૂલ, કોલેજો સોમવારે બંધ રહેશે તે અનુસાર આજે સોમવારે સ્‍કૂલ, કોલેજો બંધ રહી હતી.
ડી.ડી.ઓ. વલસાડની ટ્‍વીટ સાંજે જાહેર થઈ હતી તેથી ઉમરગામ, વાપી, પારડી તાલુકામાં પણ ગેરસમજ ફેલાઈ હતી તેથી આ ત્રણેય તાલુકાઓમાં સોમવારે પાંખી હાજરી જોવા મળી હતી. અતિવૃષ્‍ટિની વાપી, પારડી, ઉમરગામ તાલુકામાં અસર ઓછી જોવા મળતા વહિવટી તંત્રએ આ પ્રમાણે નિર્ણય લીધો હતો.

Related posts

વાપી લવાછામાં 50 ફૂટ ઊંચી પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્વાનનું મહામુસીબતે રેસ્‍ક્‍યુ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાના ખેડૂતો બાગાયત વિભાગની સહાય યોજનાઓના લાભ મેળવવા I-KHEDUT પોર્ટલ ઉપર ૩૧ મે સુધી અરજી કરી શકાશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ ડો. કે. લક્ષ્મણને ટ્રોલર બોટની પ્રતિકૃતિ ભેટ આપતા દમણના માછી નેતા વિશાલભાઈ ટંડેલ

vartmanpravah

Leave a Comment