April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશ કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનમાં અવ્‍વલ : દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ અંતર્ગત 250 કર્મચારીઓની 40 ટીમો કાર્યરત

  • ટીકાકરણના દિશા-નિર્દેશોનું પાલન નહી કરનારા દાભેલના બે ઉદ્યોગો સામે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા કરાયેલી કાર્યવાહી

  • સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ શ્રમિકોના બે ડોઝ પૂર્ણ થયા છે કે નહીં તેની તકેદારી રાખવાની જવાબદારી ઉદ્યોગ પ્રબંધનની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.10
સંઘપ્રદેશ દમણમાં વિવિધ કેન્‍દ્રો ઉપર કોવિડ-19ના વેક્‍સીનેશન અભિયાનચલાવવામાં આવી રહ્યું છે. તબીબ અને આરોગ્‍ય સેવા નિર્દેશાલય દ્વારા જારી કરવામાં આવેલા દિશા-નિર્દેશો અનુસાર કોવિડના બંને ડોઝ લેવા જરૂરી છે. વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રો ઉપરાંત સમગ્ર દમણમાં ‘હર ઘર દસ્‍તક અભિયાન’ હેઠળ 250 કર્મચારીઓની 40 ટીમો દ્વારા વેક્‍સીનેશનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ ટીમ દમણમાં ઉદ્યોગો, નગર પાલિકા અને ગ્રામ પંચાયતા દરેક મહોલ્લા, શેરીમાં જઈ વેક્‍સીનેશનનું કાર્ય કરી રહી છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ અને સક્ષમ માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં કોવિડ સંબંધિત દિશા-નિર્દેશોનું સખ્‍તાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. આ પ્રક્રિયામાં આજે આરોગ્‍ય વિભાગ અને શ્રમ વિભાગ દ્વારા વિવિધ ઔદ્યોગિક સંસ્‍થાનોનું નિરક્ષણ મુલાકાત કરવામાં આવી હતી. જે દરમિયાન કેટલાક ઉદ્યોગોમાં કોવિડ-19 સંબંધિત દિશા-નિર્દેશોનું જરાપણ પણ પાલન કરવામાં નહી આવતુ હોવાનું જાણવા મળ્‍યું હતું.
દરેક ઉદ્યોગોમાં કાર્યરત કામદારોનું સંપુર્ણ વેક્‍સીનેશનની જવાબદારી સંબંધિત ઉદ્યોગ મેનેજમેન્‍ટની છે. પરંતુ નિરીક્ષણ દરમિયાન એ જાણવા મળ્‍યું હતુંકે દાભેલના બે ઉદ્યોગોમાં કામદારોએ હજી સુધી કોરોનાની રસીનો બીજો ડોઝ લગાવ્‍યો નથી. કોવિડ જેવા વૈશ્વિક રોગચાળામાં એક તરફ સંપૂર્ણ દેશ એકજૂથ થઈ લડી રહ્યોછે ત્‍યારે બીજી તરફ કેટલાક ઉદ્યોગ કોવિડથી બચાવા માટેના ઉપાયોમાં બેદરકારી દાખવી રહ્યા છે. આ ક્રમમાં શ્રમ વિભાગ અને આરોગ્‍ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરતા આ નિરીક્ષણ દરમિયાન ઝડપાયેલા બંને ઉદ્યોગોનું ઉત્‍પાદન કાર્ય સંપૂર્ણ પણે બંધ કરાવી દેવામાં આવ્‍યું હતું આ સાથે તેમને નિર્દેશ પણ આપવામાં આવ્‍યો હતો કે, તમામ કામદારોના વેક્‍સીનેશનના બીજો ડોઝ બાદ જ ઉત્‍પાદન કાર્ય શરૂ કરવામાં આવશે.
પ્રશાસન દ્વારા સમયાંતરે ઉદ્યોગોનું નિરીક્ષણ કરવામાં આવશે અને કોવિડ વેક્‍સીનેશન સંબંધિત ડેટાની ચકાસણી કરવામાં આવશે. સંઘપ્રદેશ પ્રશાસન દ્વાનરા જારી કરવામાં આવેલ કોવિડ-19 સંબંધિત નિર્દેશોનું પાલનમાં કોઈપણ પ્રકારની ખામી જણાતા ઉદ્યોગો ઉપર તાત્‍કાલિક કડક કાર્યવાહી કરવામાં આવશે.
જન સાધારણને એ સુચિત કરવામાં આવે છે કે કોવિડ-19ના નવા વેરીએન્‍ટ ‘ઓમિક્રોન’થી બચવા માટે નિર્ધારીત સમય મર્યાદામાં કોવિડ-19 વેક્‍સીનના બંને ડોઝ લેવા જરૂરી છે.

Related posts

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશનમાં પ્રતિબંધિત 6.30 લાખના 25 પાર્સલ ગુટખાના ઝડપાયા : જથ્‍થો માઉથ ફેસનર નામે બુક થયેલ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા-2023′ અને ‘વિશ્વ પ્રવાસન દિવસ’ના ઉપલક્ષમાં દમણ જિલ્લાની તમામ 14 ગ્રામ પંચાયતોએ જમ્‍પોર અને દેવકા બીચની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દીવમાં સમાજ કલ્‍યાણ અને મહિલા તથા બાળ વિકાસની પ્રવૃત્તિને વેગ આપવા સચિવ ભાનુ પ્રભાએ કરેલું મંથન

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

Leave a Comment