January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

જગદંબા ટ્રેડર્સમાંથી 155 પતરા અને 30 થેલીની ખરીદી પેટેરૂા.2.05 લાખનો ચેક આપેલ જે બાઉન્‍સ થતા વેપારીએ ફરીયાદ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડના સેગવી ગામના સરપંચે ગામમાં કાર્યરત દુકાનમાંથી 155 પતરા અને 300 સિમેન્‍ટ થેલી ખરીદી કરીને વેપારીને ચેક આપ્‍યો હતો. આ ચેક બાઉન્‍સ થતા વેપારીએ ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે સરપંચને જ્‍યુડીશીયલ કસ્‍ટડીમાં મોકલી આપ્‍યો હતો.
માલ ખરીદી પૈસા નહી આપવાના આજકાલ વધી રહેલા ટ્રેન્‍ડના કિસ્‍સા વારંવાર જોવા મળે છે. તેવો જ બનાવ સેગવી ગામે બન્‍યો છે. સેગવીના સરપંચ મુકુંદ પટેલએ ગામમાં કાર્યરત જગદંબા ટ્રેડર્સમાંથી 155 પતરા અને 300 થેલી સિમેન્‍ટની ખરીદી કરી હતી તે પેટે તેમણે વેપારી દિનેશ આહિરને ચેક આપ્‍યો હતો. વેપારીએ ચેક ડીપોઝીટ કરાવેલ પરંતુ ચેક રીટર્ન થયો હતો તેથી સરપંચ મુકુંદ પટેલને જાણ કરી હતી. સરપંચે બીજો ચેક આપ્‍યો હતો તે પણ રિટર્ન થતા અંતે વેપારીએ કોર્ટમાં સરપંચ વિરૂધ્‍ધ કેસ કર્યો હતો પરંતુ સરપંચ કોર્ટમાં હાજર થતો નહોતો તેથી કોર્ટે ધરપકડ વોરન્‍ટ જારી કરીને સરપંચ મુકુંદ પટેલની ધરપકડ કરી હતી. કોર્ટે સરપંચને જ્‍યુડિશિયલ કસ્‍ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતા સરપંચને કોર્ટમાં જવાનો વારો આવ્‍યો હતો.

Related posts

વલસાડ આરટીઓ કચેરી દ્વારા પારડીની શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળા નજીક સ્‍કૂલવાન અને ઇલેક્‍ટ્રીક બસના સ્‍ટોપેજના કારણે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્‍યક્ષતામાં વાપી ખાતે ગુરૂક્રાંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ ધોડીએ કરેલી ઉમેદવારી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સવારથી સાંજ સુધી બે ઇંચ વરસેલો વરસાદ

vartmanpravah

‘‘આતંકવાદ વિરોધી દિવસ” નિમિત્તે નવસારી કલેકટર કચેરી ખાતે શપથ ગ્રહણ કરાયા

vartmanpravah

Leave a Comment