April 27, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં સોશિયલ મીડિયામાં સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા કારના બોનેટ પર કરેલો સ્‍ટંટ બે યુવકને ભારે પડયો

કાર ચાલક હિતાર્થ માલદે નકુમ અને બોનેટ પર સ્‍ટંટ કરનાર સ્‍વપ્‍નિલ ખંડેરાવ પાટીલની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: સોશિયલ મીડિયા ઈન્‍સ્‍ટાગ્રામ, ફેસબુકમાં રીલ અપલોડ કરીને સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા આજના યુવાનોમાં ઘેલછા જોવા મળી રહી છે. તેવી સસ્‍તી પ્રસિધ્‍ધિ મેળવવા વાપી ગુંજન વિસ્‍તારમાં કાર બોઈનેટ ઉપર બેસી સ્‍ટંટ કરવાની ઘેલછા બે યુવાનોને ભારે પડી છે. વિડીયો વાયરલ થતા જ ઉદ્યોગનગર પોલીસે કાર ચાલક અનેસ્‍ટંટ કરનાર બે યુવાનોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વાપી હરિયા હોસ્‍પિટલ રોડ ઉપર સોશિયલ મીડિયામાં રીલ અપલોડ કરવા માટે કાર ચલાવી રહેલ હિતાર્થ માલદે નકુમ અને બોઈનેટ ઉપર સ્‍ટંટ કરી રહેલ સ્‍વપ્‍નિલ ખંડેરાવ પાટીલએ સ્‍ટંટ કર્યો હતો. જેની જાણ પોલીસને થતા આઈ.પી.સી. અને એમ.વી. એક્‍ટ હેઠળ ગુનો નોંધી બન્નેની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ પોલીસે જાહેર અપીલ કરી હતી કે સસ્‍તી લોકપ્રિયતા મેળવવા લોકો જીવ જોખમમાં મુકાય તેવો સ્‍ટંટ કરે છે. તેમની સાથે લોકોનો પણ જીવ જોખમમાં મુકાઈ શકે છે. તેથી આ સ્‍ટંટ કરનાર સામે પોલીસ સખ્‍ત કાર્યવાહી પણ કરશે.

Related posts

વાપી ગુરુદ્વારા સમિતિ દ્વારા ત્રિદિવસીય પ્રકાશ પર્વની ઉજવણી સાથે નવિન ગુરુદ્વારા ગુરુઘરનું લોકાર્પણ

vartmanpravah

જ્‍યારે વાપી રેલવે સ્‍ટેશનનું નામ દમણ રોડ હતું

vartmanpravah

યુસુફભાઈ શેખ પત્રકારત્‍વ પ્રત્‍યેની પોતાની નિષ્‍ઠા અને બેદાગ છબીથી હંમેશા ચિરંજીવ રહેશે

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે દમણ જિ.પં. અને ન.પા.ના પ્રમુખ-ઉપ પ્રમુખ પદે અનુ.જનજાતિના ઉમેદવારની પસંદગી કરવા પ્રદેશ ભાજપને કરેલી રજૂઆત

vartmanpravah

નાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

દમણ ન.પા.ની ‘નેવના પાણી મોભે ચઢાવવા’ મથામણ

vartmanpravah

Leave a Comment