Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુપીએલ હાઈવે સર્વિસ રોડ ઉપર વરસાદી ખાડામાં ટેમ્‍પો પટકાતા પલટી મારી ગયો

હાઈવે અને શહેરમાં રોડો ઉપર પડેલા ખાડા વારંવાર અકસ્‍માત સર્જી રહ્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વાપી સહિત વલસાડ જિલ્લામાંચોમાસાની અતિવૃષ્‍ટિએ રોડોની તારાજી સર્જી દીધી છે. હાઈવે હોય કે શહેર કે ગામડાઓના આંતરિક રોડો હોય તમામ રોડો ઉપર ખાડાઓનું સામ્રાજ્‍ય પથરાઈ ચૂકેલું. પરિણામે અકસ્‍માતો સર્જાતા રહે છે. તેવો વધુ એક અકસ્‍માત વાપી યુપીએલ પુલના સર્વિસ રોડ ઉપર ગતરોજ સાંજે સર્જાયો હતો. રોડ ઉપરથી પસાર થઈ રહેલો ટેમ્‍પો મસમોટા ખાડામાં પટકાતા ટેમ્‍પો પલટી મારી ગયો હતો.
વાપી યુપીએલ સર્વિસ રોડ સહિત વાપીમાંથી પસાર થતા હાઈવેના સર્વિસ રોડો ઉપર બેસુમાર ખાડા પડી ગયા છે. બલીઠા મામલતદાર કચેરીથી પીટીસી કોલેજ સુધી તાજેતરમાં મહિના પહેલા બનાવેલ રોડ તથા પેટ્રોલ પમ્‍પથી ચાર રસ્‍તા સુધીનો રોડ તેમજ બીજી તરફનો સર્વિસ રોડ, વૈશાલી પુલ નીચેના અંડરપાસ સહિતના તમામ રોડો ઉપર ખાડેખાડા પડી ચૂક્‍યા છે. તેવા યુપીએલ પુલ પાસેના સર્વિસ રોડ ઉપર પડેલા તોતિંગ ખાડામાં ટેમ્‍પો પટકાતા સ્‍થળ ઉપર જ પલટી મારી ગયો હતો. જો કે સદનસીબે ચાલક કુદી પડતા કોઈ જાનહાની થવા પામી નહોતી.

Related posts

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

vartmanpravah

મોટી દમણ કોમ્‍પલેક્ષના વાર્ષિક રમતોત્‍સવમાં પરિયારી અને દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા સંયુક્‍ત રૂપે ચેમ્‍પિયન

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બેડમિન્‍ટન સિંગલ અને ડબલ્‍સ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

સેલવાસની અથશ્રી સોસાયટીમાં ઈલેક્‍ટ્રીક સ્‍કૂટર ચાર્જમાં મુક્‍યા બાદ આગ લાગતા બળીને ખાખ

vartmanpravah

ઈ.સ. 1670માં જવ્‍હારના રાજાએ રામનગરના રાણાનો પરાજય કરીને દમણ પ્રદેશમાં ચોથ ઉઘરાવવાનો પોતાનો હક પ્રસ્‍થાપિત કર્યો

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

Leave a Comment