October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

ક્‍યાંક ક્‍યાંક ખાડા પુરવાની પાલિકા દ્વારા થૂંક ચોપડવા જેવી કામગીરીના દર્શન થઈ રહ્યા છે પણ કાયમી ઉકેલનું શું?

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: સતત દશ દિવસ ઉપરાંત વાપી સહિત વલસાડ જિલ્લામાં એકધારા વરસેલા વરસાદને લઈ ચોમેર રોડ રસ્‍તાની ભયંકર બેહાલી સર્જાઈ ચૂકી છે. ગુંજન, ચાર રસ્‍તા, ગીતાનગર, હાઈવેના સર્વિસ રોડોમાં બેસુમાર ખાડા અને પાણીના ભરાવા વરસાદે ભેટ આપ્‍યા છે. સ્‍થિતિ એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે ક્‍યાંય પણ રોડ શોધવો મુશ્‍કેલ પડે છે તેવી ગંભીર પરિસ્‍થિતિ વચ્‍ચે વાપીના વાહન ચાલકોની કમ્‍મરો તૂટી રહી છે. પરંતુ આ સ્‍થિતિનું નિર્માણ અને ભેટ આપનારવાપી નગરપાલિકા, હાઈવે ઓથોરિટી તથા નોટિફાઈડ જેવા તંત્રો કુંભકર્ણની નિંદ્રામાં પોઢી રહેલા જણાઈ રહ્યા છે.
વાપી વિસ્‍તારમાં સિઝનનો 82 ઈંચ ઉપરાંત વરસાદ પડી ચૂક્‍યો છે. હજી તો ચોમાસાનો પ્રથમ મહિનો જ પસાર થયો છે બીજા બે મહિના બાકી છે ત્‍યારે આવનારા 60-70 દિવસ સુધી વાપી વાસીઓની દિશા અને દશા સુધરે એવું જણાતું નથી. રોડની કામગીરી અજબ ગજબ ટેકનોલોજીથી બનાવાય છે કે માંડ બે ચાર મહિના રોડ સારો રહે પછી ખાડા અને રોડ તૂટવાની કરમ કથની શરૂ થઈ જતી હોય છે. ભ્રષ્‍ટાચાર આચરીને બનાવાયેલા વાપી તથા જીઆઈડીસી અને હાઈવેના રોડમાં પ્રજાના ટેક્ષના રૂપિયા પણ વરસાદી પાણીમાં તણાઈ ગયા. કોઈ કહેનાર નથી, કોઈ સુધરનાર નથી. તેથી સ્‍થિતિ કાયમ યથાવત જ રહે છે.

Related posts

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

…તો પ્રદેશમાં કોરોના ફરી માથુ ઉંચકવાની હિંમત નહી કરી શકશે

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

વાપીની સકલ અને સુરત બદલનારા રેલવે ફલાય ઓવરબ્રિજનો થ્રીડી વ્‍યુજ : 10 હજાર વાહનોની સુગમ અવરજવર થશે

vartmanpravah

પૈસાની ઉઘરાણીમાંસુરતના ફળ-શાકભાજીના વેપારીનું નવસારી પાસેથી અપહરણ : 6ની ધરપકડ

vartmanpravah

વાપી વિસ્‍તારની સ્‍કૂલમાં ધો.1 થી 5 ના વર્ગ ચાલુ થતા ભૂલકાઓ ઉમંગ સાથે સ્‍કૂલમાં આવી રહ્યા છે. લાંબા સમયથી ઘરે ઓન લાઈન શિક્ષણથી બાળકો નાખુશ હતા હવે સ્‍કૂલમાં ભણવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.

vartmanpravah

Leave a Comment