સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્વ, સમાજીક અને સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવાઈ![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/09/IMG_20240830_210213-1024x520.jpg)
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
રાજપીપળા, તા 01: સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસલક્ષમ હોન્ડા રાજપીપળા, સ્વ. અલ્કેશસિંહ જે.ગોહિલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે ફપ્ઝ ચેનલના આયોજકો દીપકભાઈ પટેલ, પ્રવીણભાઈ પટવારી, ગોહિલ ભાઈ દ્વારા આયોજિત રાજપીપળા સરદાર ટાઉનહોલમાં નર્મદા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ કર્મચારીઓ, વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિગત રીતે વિશિષ્ટ સમાજઉપયોગી કામગીરી કરનાર નર્મદા જીલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અને જિલ્લાનું ગૌરવ વધારી અન્યને પ્રેરણા આપનાર શ્રેષ્ઠિઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં 78 જેટલા શ્રેષ્ઠિઓને ‘નર્મદા રત્ન એવોર્ડ-2024′ શાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ એનાયત કરી સન્માનિત કર્યા હતા. જેમાં નર્મદાના સાહિત્ય રત્ન એવા જાણીતા સાહિત્યકાર વિજ્ઞાન લેખક દીપક જગતાપને 2024નો નર્મદા સાહિત્ય રત્ન એનાયત કરાયો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા, પૂ. જયદેવ શાષાીજી, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે, નર્મદા સુગર ચેરમેન ઘનશ્યામ પટેલ, પૂર્વ ધારાસભ્ય પી.ડી.વસાવા, નગરપાલિકા પ્રમુખ ધાર્મિષ્ઠાબેન પટેલ, પૂર્વ પ્રમુખ કુલદીપ સિંહ ગોહિલ અને ડી.આર.ડી.એ. ડાયરેકટર જાદવની ઉપસ્થિતિમાં ફપ્ઝ ચેનલ પરિવાર દ્વારા દીપકજગતાપને શાલ ઓઢાડી, પુષ્પ ગુચ્છ આપી, નર્મદા રત્ન એવોર્ડ-2024થી સન્માનિત સન્માનિત કર્યા હતા.
સાહિત્ય જગતમાં જેમના 3000થી વધુ લેખો પ્રગટ થયા છે, 12થી વધુ પુસ્તકોના લેખક, જેમના બે વિજ્ઞાન પુસ્તકો ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત થયા છે, વિવિધ અખબારોમાં કોલમ લખતા સાહિત્યકાર અને વિજ્ઞાન લેખક દીપક જગતાપ નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ પણ છે.
જેમને ‘ગુજરાત હુઝ હું’ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ‘એશિયા પેસીફીક હુંઝ હું’માં સ્થાન મળ્યું છે. જેઓ અસંખ્ય એવોર્ડથી સન્માનિત થઈ ચુક્યા છે એવા 35 વર્ષથી વિવિધ અખબારો અને અનેક ટીવી ચેનલોમાં કાર્યરત એવા વરિષ્ઠ પત્રકાર જેઓ પોતાના અખબાર વોઇસ ઓફ નર્મદાના મેનેજીંગ તંત્રી પણ છે અને નર્મદામાંથી સૌ પ્રથમ વિજ્ઞાન માસિક શરૂ કરનાર સાયન્સ ગ્રાફી મેગેઝીનના પોતે તંત્રી માલિક પણ છે. અનેક વાર રક્તદાન કરનાર રક્તદાતા ઉપરાંત રક્તદાન કેમ્પનું આયોજન કરી અનેક સેવાકીય, શિક્ષણ સાહિત્ય અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ માટે નિવૃત્તિ પણ પછી ફૂલટાઈમ પ્રવૃત્તિ કરનાર, ઉપરાંત પોતે એક સારા વક્તા અને મોટીવેશનલ સ્પીકર પણ છે.
એટલે ઓલ રાઉન્ડર જેને કહી શકાય એવી બહુમુખી પ્રતિભા ધરાવનાર પ્રતિભા સંપન્ન દીપક જગતાપનું નર્મદા સાહિત્ય રત્ન એવોર્ડ એનાયત કરાયો હતો.