Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસની નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજની કન્‍સ્‍ટ્રક્‍શન સાઈટ પરથી ચોરી કરનાર ચાર આરોપીની પોલીસે કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.08: દાદરા નગર હવેલીના સાયલીસ્‍થિત નમો મેડિકલ એજ્‍યુકેશન અને રિચર્સ ઈન્‍સ્‍ટિટયૂટના નર્સિંગ કોલેજમાં કન્‍સ્‍ટ્રક્‍શન કામ ચાલી રહ્યું છે. જ્‍યાંના સુપરવાઈઝરે સાયલી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ કરી હતી જેમાં જણાવેલ કે નમો મેડિકલ કોલેજ જ્‍યાં નર્સિંગ કોલેજનું કન્‍સ્‍ટ્રક્‍શન કામ ચાલી રહ્યું હતું જેના ગોડાઉનમાંથી અંદાજીત 15 બંડલ કોપરની પટ્ટીઓ ચોરી થઈ ગયેલ જેની અંદાજીત કિંમત 11લાખ રૂપિયા છે જે અજાણ્‍યા ઈસમો ચોરી કરી ગયેલ છે.
સાયલી પોલીસે કલમ 331(4), 305, 3(5) બીએનએસ મુજબ ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્‍યાન શંકાસ્‍પદ વ્‍યક્‍તિઓની પૂછપરછ દરમ્‍યાન એક આરોપીની ઓળખ થઈ હતી અને એણે ગુનો કબુલ્‍યો હતો અને એની સાથેના બીજા આરોપીઓના નામ પણ જણાવ્‍યા હતા. આરોપીઓમાં (1) ડુંગરસિંહ જબ્‍બરસિંહ ચંદાવત-રહેવાસી નાગડુકગોડા નાથદ્વારા- રાજસ્‍થાન (2) અબ્‍દુલ બારી જમીરૂલ્લા ખાન-રહેવાસી જામોહન સિદ્ધાર્થનગર – ઉત્તરપ્રદેશ (3) સુમન માલજી લોતડા- રહેવાસી સાલકરપાડા સાયલી અને (4) દીવાલ ભાડલા વળવી- રહેવાસી સાયલીની ધરપકડ કરી તેમની પાસે મળી આવેલા 15 બંડલ કોપર વાયર પણ જપ્ત કરવામાં આવ્‍યા છે. આ કેસની વધુ તપાસ સાયલી પોલીસ કરી રહી છે.

Related posts

પટલારામાં સરપંચ હંસાબેન ધોડીના નેતૃત્‍વમાં કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

દિલીપનગરમાં આયોજીત શ્રીમદ્‌ ભાગવત કથાએ પેદા કરેલું ધાર્મિક આકર્ષણઃ કથા સાંભળવા લોકોમાં પેદા થયેલી ઉત્‍સુકતા

vartmanpravah

દાનહના સાંસદ અને કલેક્‍ટર સમક્ષ કરેલી રજૂઆતમાં સેલવાસ ન.પા.ના વોર્ડ નં.3ના સભ્‍ય સુમનભાઈ પટેલની હૈયાવરાળ : સેલવાસ શહેરમાં લોકોને પડતી મુશ્‍કેલીઓ જલ્‍દીથી દુર કરો

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રવાસન ક્ષેત્રે થનારા અદ્‌ભૂત વિકાસનો પડઘો પાડતું બજેટઃ પૂર્વ સાંસદ ગોપાલભાઈ ટંડેલ(દાદા)

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

રખોલીની બે કંપનીઓના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાળ

vartmanpravah

Leave a Comment