January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ધો.10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે

વિદ્યાર્થીઓને વાંચવાની, લખવાની અને પરીક્ષામાં યાદ કેવી રીતે રાખવુ તે અંગેની સમજણ અપાશે

જે વિદ્યાર્થીઓને ટ્રાન્‍સપોર્ટેશનની સમસ્‍યા હશે તો જે તે વિસ્‍તારની શાળામાં જઈ શિક્ષકો માર્ગદર્શન આપશે

આત્‍મહત્‍યાના બનાવો નહીં બને તે માટે વલસાડમાં પ્રથમવાર શૈક્ષણિક હેલ્‍પલાઈનનો પ્રોજેક્‍ટ અમલી બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: આગામી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા પૂર્વે વલસાડના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં વલસાડ જે.સી.આઈ. અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્‍ત ઉપક્રમે ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક શૈક્ષણિક હેલ્‍પલાઈન કાર્યરત કરાશે.
વલસાડ જેસીઆઈ વર્ષોથી બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ‘‘એન્‍જોય યોર એક્‍ઝામ” હેઠળ કાર્યક્રમો કરતી આવી છે. ત્‍યારે આગામી બોર્ડની પરીક્ષા પૂર્વે જેસીઆઈ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના સંયુક્‍ત ઉપક્રમે વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓના પરિણામનું સ્‍તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક મદદ મળી રહે એવા શુભ આશય સાથે હેલ્‍પ લાઈન કાર્યરત કરવામાં આવી છે.
બોર્ડની પરીક્ષાનો ડર અને શૈક્ષણિક વિષયમાંનબળાઈ કે અણઆવડત, કયારેક શાળા કે ટયૂશનના શિક્ષકને ન પૂછી શકવાનો ડર વિદ્યાર્થીઓને ટેન્‍શન, સ્‍ટ્રેસ, હતાશા અને નિરાશામાં ડુબાડી દેતો હોય છે. જેથી આવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે નિઃશુલ્‍ક હેલ્‍પલાઈન શરૂ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓની શૈક્ષણિક વિષયોની મુંઝવણો દુર કરી વધુ ને વધુ આત્‍મવિશ્વાસથી ભરપૂર બનાવશે. આ વિઝન સાથે વલસાડ જિલ્લામાં વર્ષ 2024ની બોર્ડની પરીક્ષા આપવા જનાર દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે ‘‘તમે એકલા નથી” પ્રોજેકટ હેઠળ ખાસ કરીને નબળા વિદ્યાર્થીઓને જે તે વિષયનું સ્‍પેશિયલ કોચીંગ રવિવારના રોજ જે તે કલસ્‍ટર પ્રમાણે વિવિધ શાળાઓમાં આપવામાં આવશે. જેસીઆઈના પ્રમખ જેસી પ્રણવ દેસાઈએ જેસીઆઈની સમાજને ઉપયોગી વિવિધ પ્રવૃતિઓ અંગે માહિતી આપી હતી.
જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી એમ. સી. ભુસારાએ બોર્ડની પરીક્ષામાં વલસાડ જિલ્લાનું પરિણામ સારૂ આવે તે માટે શરૂ કરાનારી શૈક્ષણિક હેલ્‍પલાઈન અંગે જણાવ્‍યું કે, નબળા બાળકો સુધી પહોંચવા માટે આ હેલ્‍પલાઈન કાર્યરત થશે. જેમાં તેઓ પરીક્ષામાં કેવી રીતે પાસ થઈ શકે તે અંગે માર્ગદર્શન અપાશે. વિદ્યાર્થીઓ માટે ક્‍વેન બેંક પણ બનાવાશે. શિક્ષકો વિદ્યાર્થીઓને વાંચવાની, લખવાની અને પરીક્ષામાં યાદ કેવી રીતે રાખવુતે અંગેની ટેકનિક શીખવશે, જે ટેકનિક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. આગામી ટૂંક સમયમાં બીએપીએસ સ્‍કૂલમાં વર્કશોપનું આયોજન કરવામાં આવનાર છે. આર્થિક પરિસ્‍થિતિ નબળી હોય તેવા વાલીઓના સંતાનોને મદદ મળી શકશે.
પ્રોજેક્‍ટ ડિરેક્‍ટર જેસી ડો.શ્રીકાન્‍ત કનોજિયાએ આ હેલ્‍પલાઈન કેવી રીતે કામ કરશે તે અંગે માહિતી આપતા જણાવ્‍યું કે, વિદ્યાર્થીઓને આત્‍મહત્‍યાનો વિચાર જ ન આવે તે માટે પરીક્ષાલક્ષી કે પછી જે તે વિષયને લગતી જે પણ મૂંઝવણ હશે તે દૂર કરવામાં આવશે. વલસાડ જિલ્લાનું પરિણામ સારૂ આવે તે માટે શૈક્ષણિક હેલ્‍પલાઈનનો વલસાડમાં પહેલો પ્રોજેક્‍ટ હશે. જેમાં શિક્ષણાધિકારી કચેરી દ્વારા 76 અને જેસીઆઈના 25 નિષ્‍ણાંત શિક્ષકો વિદ્યાર્થીઓને પેપર સોલ્‍યુશન અને પેપર લખવાની પ્રેકટીસ કરાવી જરૂરી માર્ગદર્શન આપશે. જે વિદ્યાર્થીઓને ટ્રાન્‍સપોર્ટેશનની સમસ્‍યા હશે તો જે તે વિસ્‍તારની શાળામાં જઈ શિક્ષકો માર્ગદર્શન આપશે. આ હેલ્‍પલાઈન ઈંગ્‍લીશ અને ગુજરાતી માધ્‍યમના માત્ર ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે જ કાર્યરત રહેશે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્‍યુકેશન ઈન્‍સ્‍પેક્‍ટર બીપીનભાઈ પટેલ તેમજ પ્રિન્‍ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના કર્મીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. પ્રોજેક્‍ટ ચેરપર્સન જેસી ઋજુતા પારેખે સમગ્રકાર્યક્રમનું સંચાલન કરી આભારવિધિ કરી હતી. જેસીઆઈ પરિવારના સભ્‍યોએ આ પરિષદને સફળ બનવાં ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

‘વિકસિત ભારત, મોદીની ગેરંટી’  દાનહ અને દમણ-દીવે શિક્ષણના ક્ષેત્રે આભને આંબતી કરેલી દમદાર પ્રગતિ

vartmanpravah

દાનહના ટોકરખાડા સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલનુ આયોજન કરાયુ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

ચીખલી સેવા સદનમાં પ્રાંત અધિકારીની અધ્‍યક્ષતામાં પ્રિ-મોન્‍સૂન બેઠક મળી : આગામી 1-જૂનથી કન્‍ટ્રોલ રૂમ શરૂ કરાશે

vartmanpravah

સ્‍વ. ચુનીલાલ પોપટલાલ ગુટકા, સ્‍વ. રંજનબેન ચુનીલાલ ગુટકા અને કુમુદબેન હિતેશ ગુટકા તરફથી વિરારથી વાપીના 65 વર્ષથી વધુ વયના જૈન લોકો માટે નિઃશુલ્‍ક / નિસ્‍વાર્થ ભાવે મુંબઈથી લોનાવાલા એક દિવસીય યાત્રા પ્રવાસનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment