December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી એલસીબી પોલીસે ચીખલી હાઈવે પરથી રૂા. 13.પ1 લાખનો દારૂ ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: નવસારી એલસીબી પોલીસની ટીમ ચીખલી વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન બાતમી મળી હતી કે એક બ્રાઉન કલરનો આઇસર ટેમ્‍પો નં-એમએચ-05-ઇએલ-6437 માં ઈગ્‍લીશ દારૂનો જથ્‍થો ભરી મહારાષ્‍ટ્ર બોર્ડરથી નીકળી સુરત તરફ જનાર છે. જે હકીકત બાતમીના આધારે નવસારી એલસબી પોલીસે બલવાડા ઓવરબ્રિજના છેડે ને.હા.નં-48 મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબનો આઇસર ટેમ્‍પો આવતા જેને ઉભી રાખવાનો ઈસારો કરતા ઉભી રાખેલ નહિ અને ટેમ્‍પો હંકારી લઈ થોડે આગળ જઈ રોડની સાઈડમાં ઉભો રાખી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. બાદ ટેમ્‍પાની તલાસી લેતા પાછળના ભાગે 212 પુઠાના બોક્ષમાં વિદેશી દારૂની વિશ્‍કિ, વોડકા તથા ટીન બિયરની બાટલી નંગ-6,588 કિ.રૂ.13,51,200/- નો જથ્‍થો ઝડપી પાડી આઇસર ટેમ્‍પો કિ.રૂ.10-લાખ મળી કુલ્લે રૂ.23,51,200/- નો મુદ્દામાલ કબ્‍જે કરી આઇસર ટેમ્‍પો માલિક સંદીપ ધર્માજી અંભોરે (રહે.રૂમ નં-02, કળષ્‍ણ સાઈ ચૌલ નંબર-3 કોલેગાવ ગણપતિ વર્ડની દુકાન પાસે કટાઈ ખોની કલ્‍યાણ થાણે તેમજ આઇસર ટેમ્‍પોનો ચાલકને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી વધુ તપાસ એલસીબીપીએસઆઇ-આર.એસ.ગોહિલ કરી રહ્યા છે.

Related posts

આંતલીયા સ્‍થિત કાવેરી નદી કિનારેના બોરવેલમાંથી ખારું પાણી આવતાં છેલ્લા બે માસથી ઘેકટી ગામના લોકોએ ખારા પાણી પીવા મજબૂર

vartmanpravah

દમણ દાભેલના આંટિયાવાડ તળાવની પાળ ઉપર ન્‍યૂટ્રલમાં ઉભેલી રીક્ષા પાણીમાં ડૂબતાં બહાર કાઢવા ફાયર વિભાગે કરેલી અથાક મહેનત

vartmanpravah

ઓરવાડમાં વીજ કરંટ લાગતા દિવાલ પરથી નીચે પટકાયેલા સુખેશના શ્રમિકનું કરુણ મોત

vartmanpravah

પારડી આઈટીઆઈ પાસે સીએનજી ટેમ્‍પામાં લાગી આગ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દિલ્‍હી ખાતે વિવિધ વરિષ્‍ઠ નેતાઓ સાથે કરેલી આત્‍મિય મુલાકાત

vartmanpravah

Leave a Comment