October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં નીટ યુ.જી. આધારિત મેડિકલ કોર્સની સીટ માટે એડમિશન અને કાઉન્‍સિલિંગ પ્રક્રિયાનો 14 ઓગસ્‍ટથી પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દાદરા નગર હવેલી અને દમણ દીવના એમ.બી.બી.એસ. તથા બી.એ.એમ.એસ., બી.એચ.એમ.એસ. અને બી.ડી.એસ. કોર્સ માટે એડમિશન અને કાઉન્‍સિલિંગ પ્રક્રિયાનો 14 ઓગસ્‍ટથી પ્રારંથ થઈ રહ્યો છે.
શૈક્ષણિક વર્ષ 2024-‘25ના માટે નીટ યુજી આધારિત મેડિકલ કોર્સની સીટો માટે એડમિશન અને કાઉન્‍સિલિંગ 14 ઓગસ્‍ટથી પ્રક્રિયા શરૂ થશે, જેમાં એમ.બી.બી.એસ.ની સીટો, સેન્‍ટ્રલ પુલની બી.એ.એમ.એસ. અને બી.એચ.એમ.એસ.ની સીટો અને દા.ન.હ. અને દમણ-દીવના માટે ફાળવેલ વૈદિક ડેન્‍ટલ કોલેજ દમણની સીટો સામેલ છે. વિદ્યાર્થીઓની સગવડ માટે આવેદન પ્રક્રિયા ઓનલાઇન રાખવામાં આવી છે. જેના માટે ઓનલાઈન એપ્‍લિકેશનની લિંક https://namomeriadmission.in/ પર 14 ઓગસ્‍ટથી ઉપલબ્‍ધ થશે. ઉપયુક્‍ત કોર્સમાં પ્રવેશ લેવા ઈચ્‍છુક અરજદારોએ આ લિન્‍કમાં માંગવામાં આવેલ જાણકારી ભરી, ફોટો અને સિગ્નેચર સાથે પોતાના જરૂરી દસ્‍તાવેજોની સ્‍કેન કોપી અપલોડ કરવાની રહેશે.
પ્રવેશ પ્રક્રિયા સબંધિત જાણકારી માટે https://namomeriadmission.in/ વેબસાઈટ પર આપવામાં આવેલ ક્‍યુઆર કોડ સ્‍કેન કરવા અથવા 7624092991 મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો.

Related posts

દેશના યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીજીના નેતૃત્‍વમાં કેન્‍દ્ર સરકારના સફળતાપૂર્વક નવ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા 30મી મે થી 30મી જૂન સુધી વિશેષ ‘‘જન સંપર્ક અભિયાન” યોજાશે

vartmanpravah

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

vartmanpravah

સેલવાસમા ઉત્તરાખંડ સેવા સમિતિ દ્વારા આયોજીત ભાગવત કથા સપ્તાહનું સમાપન કરાયું

vartmanpravah

નવતર પ્રયોગ : વલસાડ મોગરાવાડી ગરનાળાની પગદંડીનું કામ વિરોધ પક્ષ નેતાએ લોકફાળો ઉઘરાવી શરૂ કર્યું

vartmanpravah

આજે વિશ્વ ટીબી દિવસઃ સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા ટીબીમાં વલસાડ જિલ્લામાં ૫ વર્ષમાં ૧૩૮૬૮ દર્દી સપડાયા

vartmanpravah

Leave a Comment