Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ બહુજન સમાજ પાર્ટીના લોકસભા ચૂંટણી-2024ના ઉમેદવાર સંદીપ બોરસા તેમના સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાદરા નગર હવેલી કોંગ્રેસ ફ્રન્‍ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા બહુજન સમાજ પાર્ટીના લોકસભા-2024ના ઉમેદવાર શ્રી સંદીપ બોરસાએ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. દાનહ કોંગ્રેસ ફ્રન્‍ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોંગ્રેસ પ્રભારી શ્રી માણિકરાવ ઠાકરેના નિર્દેશ અનુસાર વાંસદાના ધારાસભ્‍ય શ્રી અનંત પટેલના માર્ગદર્શન અને ગુજરાત રાજ્‍યના કોંગ્રેસ પ્રભારી શ્રીમતી ઉષા નાયડુ સાથે વલસાડ-ડાંગના પૂર્વ સાંસદ શ્રી કિશન પટેલની ઉપસ્‍થિતિમાં શ્રી સંદીપ બોરસાની સમગ્ર ટીમને ખેસ પહેરાવી વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કરાવ્‍યો હતો. આ અવસરે દાનહ કોંગ્રેસ ફ્રન્‍ટલ ઓર્ગેનાઇઝેશન એસ.ટી.સેલ, એસ.સી. સેલ, માઇનોરિટી સેલ, સેવાદળ, યુવા કોંગ્રેસના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શ્રી મહેશ શર્મા અને એમની ટીમ દ્વારા લોકસભાની ચૂંટણી દરમ્‍યાન ચૂંટણીમાં ઉભા રહેલ ઉમેદવારને સંપૂર્ણ સહયોગ આપ્‍યો ન હતો, જેથી તેઓ નારાજ થઈ કોંગ્રેસ કમિટી સભ્‍ય શ્રી પ્રભુભાઈ ટોકીયાની ટીમ સાથે જોડાઈ ગયા હતા અને હાલમાંઆ બહુજન સમાજ પાર્ટીના લોકસભાના ઉમેદવાર શ્રી સંદીપ બોરસા અને એમની ટીમ ફરી કોંગ્રસ ફ્રન્‍ટલ ઓર્ગેનાઇઝેશનની ટીમ સાથે જોડાતા કોંગ્રેસમાં ત્રીજો મોરચો રચાયો હોવાનું સમજાય છે.

Related posts

રાજ્‍યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્‍તે વલસાડ-નવસારીના યુવા બોર્ડના ઝોન સંયોજકને એવોર્ડ એનાયત

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડરના સીરીયલ કિલરની ધરપકડ કરતી વલસાડ પોલીસ

vartmanpravah

આજે વિશ્વ પર્યાવરણ દિવસ: ‘‘છોડમાં રણછોડ અને પ્રકૃતિમાં પરમેશ્વર”, 37 લાખ રોપાના વાવેતરથી વલસાડ જિલ્લો લીલીછમ વનરાજીઓથી શોભી ઉઠશે

vartmanpravah

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ચીખલીના કુકેરી વાત્સલ્યધામ નજીક ખેતરમાં દીપડો લટાર મારતો જાવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

Leave a Comment