Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આજે સાર્વજનિક વિદ્યાલય-દમણમાં ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં દરેક હાઉસમાંથી ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. અત્રે આયોજીત ઇન્‍ટર હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધામાં વિવિધ પ્રકારના ચાર રાઉન્‍ડ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનને ચકાવવામાં આવ્‍યું હતું. જેમાં ગ્રીનહાઉસ 55 પોઇન્‍ટ સાથે વિજેતા ઘોષિત થયું હતું અને યલો હાઉસ 48 પોઇન્‍ટ સાથે રનર્સ અપ રહ્યું હતું.
આ ક્‍વિઝ સ્‍પર્ધાનું સંચાલન શાળાના શિક્ષક શ્રી શશીકાંતભાઈ અને એન્‍કરિંગ શ્રી અનુપભાઈએ કર્યું હતું. જ્‍યારે ક્‍વિઝ માસ્‍ટર તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ, શ્રી નયનભાઈ અને શ્રી ગૌરવભાઈએ સેવા આપી હતી. આ સ્‍પર્ધામાં સ્‍કોરર તરીકેનું કાર્ય શ્રી વિપુલભાઈ, શ્રી હિતેશભાઈ અને શ્રી અશ્વિનભાઈએ ખુબ જ કુશળતાથી કર્યું હતું. આ પ્રસંગે સાર્વજનિક વિદ્યાલયના ચેરમેન શ્રી જીગ્નેશભાઈ જોગીએ વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા અને તેમનો ઉત્‍સાહ વધારતા શુભકામના વ્‍યક્‍ત કરી હતી.

Related posts

સલવાવ ગુરુકુળમાં ટોબેકો નિર્મૂલન જાગૃતિ માટે સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપીમાં મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. 1.91 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ વીજ લાઈનના કામનું ખાતમૂર્હુત કરાયું

vartmanpravah

વલસાડ શહેરમાં આરટીઓ દ્વારા હેલમેટ ચેકિંગ ડ્રાઈવ: 56 વાહન ચાલકો પાસે 1,51,100નો દંડ વસૂલાયો

vartmanpravah

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah

Leave a Comment