November 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે સ્‍થાનિકોની મદદથી થાલા ગામેથી આંતરરાજ્‍ય લૂંટ-ધાડના ગુનાને અંજામ આપતી ચીકલીગર ગેંગના બે આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા

ચીકલીગર ગેંગના 6 પૈકી 4 આરોપીઓ અંધારામાં ફરાર : આરોપીઓ પાસેથી ડ્રીલ મશીન, તલવાર, છરા-ચપ્‍પુ જેવા હથિયારો મળી આવ્‍યાઃ પકડાયેલા બંને આરોપીઓના પાંચ દિવસના રિમાન્‍ડ મંજૂર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.13: ગત તા. 11મી ઓગષ્ટના રોજ રાત્રીના દસેક વાગ્‍યાના અરસામાં ચીખલીને અડીને આવેલા થાલા ગામમાં નહેર પાસે હાથમાં બેગ અને મોઢે માસ્‍ક પહેરેલા છ જેટલા અજાણ્‍યા શખ્‍સો ગામમાં આવ્‍યા હતા. આ સમયે નહેર પાસે ઉભેલા સ્‍થાનિકોને શંકા જતા તેઓને પૂછતા ‘આગે આઓ હમ દિખાતે હૈ કી હમ કૌન હૈ’ તેવો જવાબ આપતા સ્‍થાનિકોએ બૂમાબૂમ કરતા બેગ ફેંકીને ચાર જેટલા અંધારામાં ભાગી છૂટયા હતા. આદરમ્‍યાન પેટ્રોલિંગ કરી રહેલ પીએસઆઈ સમીરભાઈ કડીવાલા, હે.કો-અલ્‍પેશભાઈ નવનીતભાઈ, વિજયભાઈ દેવાયતભાઈ, ભરતભાઇ, ગણપતભાઇ સહિતનો સ્‍ટાફ પણ આવી પહોંચતા સ્‍થાનિકોએ પીછો કરી એકને વિમલ ગેસ્‍ટ હાઉસના પાછળના અને બીજાને મુખ્‍ય માર્ગ પરથી દબોચી લીધા હતા.
પોલીસે સ્‍થાનિકોની મદદથી ચીકલીગર ગેંગના કુલદીપસિંગ ઉર્ફે દિપુસિંગ જગજીતસિંગ દૂધાની (રહે.નિસર્ગ બિલ્‍ડીંગ, નોવરે નગર, અંબરનાથ, ઈસ્‍ટ મુંબઈ, મહારાષ્‍ટ્ર) તથા રઘુવીરસિંગ ચંદુસિંગ ટાંક (રહે.પરતુર ગાવ, લહુજી નગર, મુંબઈ મહારાષ્‍ટ્ર) એમ બે ની ધરપકડ કરી હતી. જ્‍યારે ભૂષણ તેમજ વિક્કી અને થોમસ તથા એક અજાણ્‍યા સહિત ચાર શખ્‍સને વોન્‍ટેડ જાહેર કર્યા હતા. ઝડપાયેલા બે શખ્‍સોને ચીખલીની નામદાર કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બન્ને આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર કર્યા હતા. બનાવની વધુ તપાસ ચીખલીના પીઆઈ એન.એમ. આહિર કરી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા ચીકલીગર ગેંગ સાથે બાથ ભીડનારાઓનું સન્‍માન કરાયું

થાલાના ગ્રામજનોની ઉપસ્‍થિતિમાં સરપંચ દક્ષાબેન હળપતિ, વોર્ડ સભ્‍ય અફરોઝ સીદાત, પૂર્વ જિલ્લા પંચાયત સભ્‍ય એસ.યુ.પટેલ, ઉપરાંત સલીમભાઇ આબેદ, પીએસઆઈ સમીરભાઇ કડીવાલા દ્વારા હિંમત દાખવી ધાડપાડુ ગેંગના બે ને ઝડપી પાડવામાં મહત્‍વની ભૂમિકા ભજવનારસ્‍થાનિકોનું શાલ ઓઢાડી સન્‍માન કરી તેમને બિરદાવવામાં આવ્‍યા હતા.

Related posts

વાપી નગરપાલિકાની ખાસ સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

નવસારી જિલ્લા સેવા સદન ખાતે મોરબીમાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મૃત્‍યુ પામેલા દિવંગતોને પ્રાર્થના સભા યોજી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર ચોરેલી મોટર સાયકલ સાથે વાહન ચોર આરોપી ઝડપાયો

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment