Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ ખાતે ત્રિરંગા રેલી યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.13: દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આહવાનથી હર ઘર ત્રિરંગાનું દેશ વ્‍યાપી અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ ભાજપા તાલુકા સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈના અધ્‍યક્ષતા અને ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ભાઈચારા અને એકતાની ભાવના બની રહે એવા ઉદ્દેશથી આયોજિત ત્રિરંગા યાત્રામાં મોટી સંખ્‍યામાં વેપારીઓ, મહિલા આગેવાનો, સામાજિક સંગઠનના આગેવાનો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ અને ભારતીયજનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકરે લીલી ઝંડી બતાવી ત્રિરંગા યાત્રાનો પ્રારંભ સરીગામ કે.ડી.બી. હાઈસ્‍કુલથી કરાવ્‍યો હતો અને જે સરીગામ બજાર વિસ્‍તારથી પસાર થઈ બાયપાસ માર્ગ બિરસા મુંડાની પ્રતિમા પાસે પહોંચી હતી. જ્‍યાં ત્રિરંગા યાત્રાની પુર્ણાહુતી કરવામાં આવી હતી. આ યાત્રામાં તાલુકા વિકાસ અધિકારીશ્રી ચંદ્રકાંતભાઈ પઢિયાર, જિલ્લા પંચાયતના સભ્‍યશ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ મિષાી, સરપંચ સંઘના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઈ નાયક, માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રમેશભાઈ ધાંગડા, ભાજપા તાલુકા સંગઠનના મહામંત્રીશ્રી પ્રકાશભાઈ પટેલ, કોષાધ્‍યક્ષ ડો.નિરવ શાહ વગેરે સહિત મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah

લંડન-કેન્‍યાના 108 એન.આર.આઈ.એ વાપી મુક્‍તિધામની મુલાકાત લીધી : ભુજમાં શીશુકુંજ શાળાના ભંડોળ માટે રિક્ષાયાત્રા

vartmanpravah

20 પોલ્‍યુશન ઈન્‍ડેક્ષ સ્‍કોર ધરાવતા વાઈટ ઉદ્યોગોને સીટીઈમાંથી મુક્‍તિ : વાપીના કેટલાક ઉદ્યોગોને ફાયદો થશે

vartmanpravah

વાપી ચણોદ કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં વિવેકાનંદ જ્‍યંતીની ઉજવણી

vartmanpravah

સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાથી દાનહ અને દમણ-દીવના જનપ્રતિનિધિઓની સહયાત્રાથી એક્‍તા અને હકારાત્‍મકતાનો ખિલેલો ભાવ

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

Leave a Comment