October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

નશાની હાલતમાં મોટી દમણના વીવીઆઈપી સરકિટ હાઉસની કમ્‍પાઉન્‍ડ વોલ ફુલસ્‍પીડમાં ગાડી અથડાવી તોડી નાંખી

બ્રેઝા કારના ફૂરચેફૂરચાં ઉડી ગયાઃ સદ્‌નશીબે કોઈ જાનહાની નહીં

ગાડીમાં ચાલક સહિત ત્રણ યુવાન અને એક યુવતી બેઠા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : મોટી દમણ બજાર સાઈડથી ઢોલર તરફ આવી રહેલ બ્રેઝા ગાડીના ચાલકે ખુબ જ ઝડપથી પોતાની કાર ચલાવી વી.વી.આઈ.પી. સરકિટ હાઉસની બાજુની કમ્‍પાઉન્‍ડ વોલમાં અથડાવી દેતાં થયેલા અકસ્‍માતમાં ગાડીના ફૂરચેફૂરચાં ઉડી ગયા હતા અને સદ્‌નશીબે કારચાલક સહિત અંદર બેઠેલાઓને નાની-મોટી ઈજા સિવાય કોઈ ગંભીર રીતે ઘાયલ નહીં થયું હતું.
પ્રત્‍યક્ષદર્શીઓની માહિતી પ્રમાણે બ્રેઝા ગાડી નંબરજીજે-15 સીકે-0635ના ચાલક અને એક યુવતિ તથા અન્‍ય બે યુવાનો મોટી દમણ માર્કેટ તરફથી ઢોલર બાજુ આવી રહ્યા હતા. ગાડીના ચાલકે ખુબ જ નશો કરેલ હોવાનું પ્રત્‍યક્ષદર્શીએ જણાવ્‍યું હતું. આ ગાડી અકસ્‍માત કરવા પહેલાં મોટી દમણના નવા જમ્‍પોર રોડ તરફ પણ આંટાફેરા મારતી નજરે પડી હતી.
મોટી દમણ જેવા જાહેર માર્ગ ઉપર ભયાનક સ્‍પીડમાં નશો કરેલી હાલતમાં ગાડીની અવર-જવર ઘણી વખત થવા છતાં કોઈપણ ટ્રાફિક પોલીસ કે પોલીસતંત્રનું ધ્‍યાન પણ નહીં ગયું તે આヘર્યજનક છે.
સદ્‌નશીબે અકસ્‍માત સર્જાયો તે સમયે રોડ ઉપર અન્‍ય વાહન કે રાહદારીઓની કોઈ અવર-જવર નહીં હતી. વી.વી.આઈ.પી. સરકિટ હાઉસ જેવા વિસ્‍તારની કમ્‍પાઉન્‍ડ વોલની દિવાલ સાથે કાર અથડાવાની ઘટનાને ગંભીરતાથી લેવી જરૂરી છે. કાર અથડાતા કમ્‍પાઉન્‍ડ વોલની દિવાલ પણ તૂટી જવા પામી છે અને ગાડી દિવાલમાં અથડાઈને સ્‍ટ્રીટ લાઈટના પોલને અથડાયા બાદ ઢોલર તરફ લગભગ 12 થી 15 ફૂટ જેટલી લાંબે ફંગોળાઈ હતી.

Related posts

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્‍યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્‍થિતિની સમીક્ષા કરી

vartmanpravah

ઉમરગામ તાલુકાની વિધાનસભા બેઠક ભાજપા માટે સુરક્ષિત: વયમર્યાદાએ પહોંચેલા રમણભાઈ સહિત ઘણા ઉમેદવારો ચૂંટણી લડવા બનાવી રહેલા મન

vartmanpravah

સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવમાં ઉજવવામાં આવ્‍યો : ‘‘હિન્‍દી દિવસ”

vartmanpravah

સેલવાસની ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજમાં ‘વિજ્ઞાન સપ્તાહ’નો શુભારંભ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દાનહમાં થયેલા જમીન કૌભાંડોની સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસી નેતા પ્રભુભાઈ ટોકિયા

vartmanpravah

શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની કારોબારી સભ્‍યોની યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment