April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: પવિત્ર શ્રાવણ માસનું આગમન થતાં જ વિવિધ રાષ્‍ટ્રીય અને ધાર્મિક તહેવારોનું આગમન થાય છે. નાનેરા તથા મોટેરાઓમાં શ્રાવણ માસનાં આગમનથી આનંદ આનંદ છવાઈ જાય છે. આજ આનંદને જાળવી રાખવા માટે પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ હંમેશા અગ્ર રહે છે. તા.24-8-24 શનિવારના રોજ પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલખાતે જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ધોરણ-1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે શ્‍લોક અને કવિતાઓની સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીઓ માટે શ્રી કૃષ્‍ણની દહીંહાંડી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમળખાભેર જન્‍માષ્‍ટમી મહોત્‍સવો આનંદ માણ્‍યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી અનુપમ ઉપાધ્‍યાયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યો હતો. તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી પ્રોત્‍સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્‍ટેશનમાં તથા વિભાગોમાં પી.આઈ. અને પી.એસ.આઈ.ની નિમણૂંક ઓર્ડર કર્યા

vartmanpravah

સુખાબારી ફાયરીંગ બટ વિસ્‍તારમાં પ્રવેશબંધી

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ઓળખ મૂલ્‍યાંકન – રાજ્‍ય શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન

vartmanpravah

દાનહમાં રખોલી પુલ નજીક એક વ્‍યક્‍તિ નદીમાં ફસાઈ જતાં કરાયો રેસ્‍ક્‍યુ

vartmanpravah

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah

વલસાડના હિંગરાજમાં ન્‍હાવા પડેલ પાંચ પૈકી બે કિશોરો ડૂબી ગયા : ગામમાં શોકની કાલીમા

vartmanpravah

Leave a Comment