January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપી ઉદ્યોગનગર પોલીસે હાઈવે ઉપરથી લાખોનો ગુટખાનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર ઝડપી પાડયું : બે દિવસ પહેલાં કરવડમાં પણ 98 લાખનો ગુટખાનો જથ્‍થો ઝડપાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30 : વાપી જીઆઈડીસી પોલીસે આજે સોમવારે સાંજના હાઈવે ઉપરથી લાખોનો ગુટખાનો જથ્‍થો ભરેલું કન્‍ટેનર ઝડપી પાડયું હતું.
વાપી વિસ્‍તારમાં બેનંબરી ગુટખા પાન મસાલાનો ધીકતા કારોબાર ચાલી રહ્યો છે. હજુ બે દિવસ પહેલાં કરવડમાં 98 લાખનો ગુટખાનો જથ્‍થો એક ગોડાઉનમાંથી ઝડપાયો હતો. ત્‍યાં જ આજે એજ શંકાસ્‍પદ કન્‍ટેનરમાં આરજે જીઆઈ 1621ને અટકાવી ચેકીંગકરેલ ચાલક પાસે કન્‍ટેનરમાં ભરેલ વિપુલ જથ્‍થાને બિલ ચલણ માંગવામાં આવેલ તો ચાલક રજુ નહી કરતા પોલીસ કન્‍ટેનરને પોલીસ સ્‍ટેશન લાવીને મુદ્દામાલ તથા કન્‍ટેનર જપ્ત કર્યું હતું. આ લખાય છે ત્‍યાં સુધી જથ્‍થાની ગણતરી ચાલુ છે. કેટલા લાખનો જથ્‍થો છે તે તપાસ બાદ બહાર આવશે. મહારાષ્‍ટ્રમાં ગુટખા ઉપર બેન્‍ડ હોવાથી ત્રણ-ચાર ઘણા ભાવ સાથે તગડો નફો રળવા ગુટખાનો જથ્‍થો મહારાષ્‍ટ્રમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.

Related posts

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

વાપી નામધામાં 15 વર્ષિય સગીરાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર

vartmanpravah

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

vartmanpravah

લાઈફ રેસ્‍ક્‍યૂ ફાઉન્‍ડેશન અને પીપલ ફોર વોઈસલેસ ચેરીટેબલ ટ્રસ્‍ટની ટીમ દ્વારા વાપી તથા આસપાસના વિસ્‍તારોમાં રખડતા ગૌવંશને રેડિયમ કોલર બેલ્‍ટ પહેરાવાયા

vartmanpravah

દમણ-દેવકા ખાતેની હોટલ દરિયા દર્શનમાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જાયન્‍ટ્‍સ ઈન્‍ટરનેશનલ કન્‍વેશનનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment