(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.24: ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ ધારાસભ્ય નરેશભાઈ પટેલ સહિતનાની સરકારમાં સફળ રજૂઆતને પગલે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા ગણદેવી વિધાનસભા મતવિસ્તારમાં ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકાના વિવિધ ગામોના કુલ-23 જેટલા માર્ગો માટે રૂ.10.37 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે. જિલ્લા ભાજપના મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડો.અમીતાબેન પટેલ, એપીએમસીના પૂર્વ ચેરમેન કિશોરભાઈ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ સહિતના સ્થાનિક આગેવાનોએ ખુશી વ્યક્ત કરી ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા મંત્રી સી.આર.પાટીલ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
સાદકપોર-બામણવાડા મુખ્ય રસ્તાથી દાદરી ફળીયા જતો રોડ 88-લાખ, તલાવચોરાડેન્સા ફળીયા રોડ 65-લાખ, સમરોલી રોહિતવાસ થી વાડી ફળીયા જતો રોડ 18-લાખ, ઘેજ દુકાન ફળીયા મુખ્યમાર્ગથી સ્મશાન ભૂમિ તરફ જતો રોડ 65-લાખ, ચરી કોલીવાડ મુખ્ય રસ્તાથી શૈલેષભાઈના ઘર તરફ જતો રોડ 20-લાખ, ઘેજ કણબીવાડ-ગોડાઉન ફળિયાથી હનુમાનજી મંદિર તરફ જતો રોડ 34-લાખ, ચીમલા ઉગામણા ફળીયા રમણભાઈના ઘર તરફ જતો રોડ 48-લાખ, તેજલાવ આશ્રમ ફળિયાથી સ્મશાનભૂમિ તરફ જતો રોડ 79-લાખ, વાંઝણા નાની વાંગરવાડી રોડ 39-લાખ મળી ચીખલી તાલુકાના 9-માર્ગોની રૂ.4.56 કરોડના ખર્ચે ઉપરાંત આ સાથે ગણદેવી વિધાનસભામાં સમાવિષ્ટ ગણદેવી અને ખેરગામ તાલુકાના કુલ 23-જેટલા માર્ગોનું રૂ.10.37 કરોડના ખર્ચે કાયાપલટ થશે. જેને લઈને સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.