September 24, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી બસ સ્‍ટેન્‍ડમાં હોર્ડિંગ ગમે ત્‍યારે તૂટી પડે તેવી સ્‍થિતિમાં! : કોઈ જાનહાની થાય તે પૂર્વે એસટી તંત્ર સાવચેતીના પગલા ભરે તે જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.30: ચીખલી બસ સ્‍ટેન્‍ડ દિવસ રાત સ્‍થાનિક ઉપરાંત રાજ્‍ય, આંતર રાજ્‍ય બસોની ટ્રીપથી ધમધમતો રહેતો હોય છે અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ રોજબેરોજ અપડાઉન કરતા નોકરિયાતો સહિતના લોકોની પણ દિવસભર વ્‍યાપક અવાર જવર રહેતી હોય છે. આ એસટી બસ સ્‍ટેન્‍ડમાં ખાસ કરીને મુખ્‍ય માર્ગની બાજુએ મોટી સંખ્‍યામાં વિશાળ કદના હોર્ડિંગ્‍સો લાગેલા છે. આ હોર્ડિગ્‍સો પૈકી બસના નિકાસના સ્‍થળ પાસેના મહાકાય હોર્ડિંગ્‍સની એક તરફની લોખંડની ચેનલ નમી જવા પામી છે. જેને પગલે હોર્ડિંગ્‍સ ગમે ત્‍યારે ધરાશાયી થવાની સ્‍થિતિમાં જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત અન્‍ય કેટલાક હોર્ડિંગ્‍સની હાલત પણ સારી સ્‍થિતિમાં નથી.
હાલે અવાર નવાર તેજ ગતિએ પવન પણ ફૂંકાતો હોય છે. તેવામાં આજોખમી બનેલા વિશાળ હોર્ડિંગ્‍સ પડે તો જાનહાની પણ થઈ શકે તેવી સ્‍થિતિમાં એસટી તંત્ર દ્વારા ગંભીરતા દાખવી આવા જોખમી જણાતા હોર્ડિંગ્‍સો દૂર કરવામાં આવે અથવા યોગ્‍ય મરામત કરવામાં આવે તે જરૂરી છે. જોકે આ સ્‍થિતિ ઘણા દિવસોથી છે. પરંતુ મુંબઈની ઘટના બાદ પણ તંત્રને બોધપાઠ લેવાનું સૂઝતું નથી. ત્‍યારે કોઈ અકસ્‍માત કે જાનહાનીની રાહ જોયા વિના તકેદારી દાખવી એસટી તંત્રના જવાબદાર અધિકારીઓ દ્વારા આવા જોખમી હોર્ડિંગ્‍સો દૂર કરાશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા દમણના દેવકાને મળેલો ‘બેસ્‍ટ ટુરિઝમ વિલેજ’નો કાંસ્‍ય એવોર્ડઃ ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે દમદાર દમણનો વાગેલો ડંકો

vartmanpravah

અતુલ ફર્સ્‍ટ ગેટ પાસે પોલીસ ચેકીંગ જોઈ દારૂ ભરેલી કાર ભગાવી બુટલેગર ભાગી છુટયો : કાર ઝાડ સાથે અથડાતા પકડાઈ ગયો

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ-સેલવાસના કાર્યાન્‍વિત શૈક્ષણિક સંકુલના નિર્માણ કાર્યનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

વાંસદામાં મોતિયા બિંદ નિઃશુલ્‍ક ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment