October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા હાઈવે ઉપર લડતા ઢોર બાઈકને ભટકાતા નીચે પટકાયેલ યુવાન ઉપર ટ્રક ફરી વળતા દર્દનાક મોત

બાઈક સવાર તુષાર રાઠોડનું ઘટના સ્‍થળે મોતમિત્ર ગોવિંદ પ્રજાપતિ ઘાયલ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: રખડતા ઢોર કેટલી હદ સુધી જીવલેણ બની શકે છે તેવી ઘટના આજે શુક્રવારે બપોરે વલસાડ પારનેરા હાઈવે રામદેવ ધાબા સામે બની હતી. બે મિત્રો બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્‍યારે રખડતા લડતા બે ઢોર બાઈકને અડફેટે લીધું હતું. તેથી બાઈક સવાર બે યુવાનો નીચે પટકાયા હતા. કમનસીબે તે સમયે પાછળથી આવતી ટ્રક બાઈક ઉપર ફરી વળતા એક યુવાનનું ઘટના સ્‍થળે દર્દનાક મોત નિપજ્‍યું હતું. બીજો યુવાન ઘાયલ થયો હતો.
આજે બપોરે પારનેરા હાઈવે ઉપરથી સુરત તરફ જતી લાઈન ઉપર બાઈક નં.જીજે 15 ઈડી 7450 ઉપર સવાર થઈને તુષાર રાઠોડ અને મિત્ર ગોવિંદ પ્રજાપતિ રામદેવ ધાબા પાસેથી પસાર થતા હતા તે દરમિયાન રખડતા બે ઢોર લડતા લડતા બાઈક સાથે ભટકાયા હતા તેથી તુષાર અને ગોવિંદ બન્ને મિત્રો નીચે પટકાયા હતા. અચાનક ટ્રક નં.જીજે 12 ઝેડ 2934 પાછળથી આવીને બાઈક ઉપર ફરી વળી હતી. સર્જાયેલા કરુણ અકસ્‍માતમાં તુષાર રાઠોડનું ઘટના સ્‍થળે કમકમાટી ભર્યું મોત થયું હતું. તેને પી.એમ. માટે સીવીલમાં ખસેડાયો હતો. જ્‍યારે ઘાયલ ગોવિંદ પ્રજાપતિને સારવાર માટે લોકોએ ખસેડયો હતો. રખડતા ઢોરોએ સર્જેલી કરુણાંતિકા બાદ લોકોમાં ગુસ્‍સો હતો. અકસ્‍માત બાદ ટ્રક ચાલક ફરારથઈ ગયો હતો.

Related posts

દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના મહત્‍વપૂર્ણ વિષયો ઉપર કરાયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

vartmanpravah

દાનહમાં શરૂ થઈ શૈક્ષણિક ક્રાંતિઃ આદિવાસી બાળકોના ડોક્ટર ઍન્જિનિયર બનવાના સપના સાકાર

vartmanpravah

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah

દીવના રાઈજીન્‍ગ સ્‍ટારનું શિતલ રિસોર્ટમાં કરવામાં આવ્‍યું સન્‍માન

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

Leave a Comment