Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

‡ રૂ.૧.૦૫ લાખ રોકડા બરામદ ‡ દાદરા નગર હવેલીમાં પોલીસની ભીંસ વધતાં જુગાર, દેહવેપાર તથા ઓઈલ ચોરીના ગોરખધંધાના સૂત્રધારોને દમણમાં પનાહ આપવામાં આવી હોવાની ઠેર ઠેર થઈ રહેલી ચર્ચા

‡ પ્રદેશના ઉચ્ચ સત્તાધિશોઍ અસરકારક પગલાં ભરી જવાબદારો સામે પણ યોગ્ય કાર્યવાહી કરવી જાઈઍ ઍવી પ્રબળ બનેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા. ૦૨
દમણના દેવકા-ભંડારવાડ ખાતે આવેલ હોટલ સાઈલન્ટમાં કોસ્ટલ પોલીસે પાડેલા દરોડામાં ૧૫ જુગારીઓ સાથે રૂ.૧,૦૫,૨૦૦ રોકડા અને પત્તાની ૨૪ કેટ બરામદ કરવા સફળતા મળી છે. દમણમાં ઠેર ઠેર જુગારની ક્લબો, દેહવેપાર તથા ઓઈલ ચોરીના ગોરખધંધાઍ ફરી ગતિ પકડી હોવાની બૂમ છેલ્લા થોડા સમયથી સંભળાઈ રહી હતી. જેમાં આજના દરોડાઍ પુષ્ટિ પુરી પાડી છે.
પ્રા માહિતી પ્રમાણે દમણ પોલીસને મળેલી ગુ સૂચનાના આધારે ઍક પોલીસ ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. જેમણે હોટલ સાઈલન્ટમાં રેડ કરતા ત્યાં ખુલ્લેઆમ જુગાર ચાલી રહ્ના હતો. પોલીસે (૧)સંકેત પ્રદીપ ભરૂકા (ઉ.વ.૩૬) રહે. હોટલ સાઈલન્ટ-દેવકા ભંડારવાડ, મૂળ રહે. નવરંગ ઍપાર્ટમેન્ટ ફલેટ નં.૧ મચ્છી માર્કેટ પાસે નાની દમણ (૨)હર્ષદ પ્રભુભાઈ ટંડેલ (ઉ.વ.૨૯) રહે. સુધાધ ફળિયા નવી ચાલ, મોટા ઘાંચીવાડની પાછળ-વલસાડ (૩)શેખ મોહમ્મદ જુબેર મુસ્તાક મોહમ્મદ(ઉ.વ.૩૨) રહે.ચિવલ રોડ મરીમાતા મંદિર-પારડી-વલસાડ (૪)મિશાલ ઉત્તમ પટેલ (ઉ.વ.૨૪) રહે.ભાઠૈયા મોટી દમણ (૫)ઈમ્તિયાઝ મુસ્તિફા શેખ (ઉ.વ.૫૪) રહે.સમાચાર ભંડારરોડ, વલસાડ (૬)સુધીર સદાશિવ કનાડે (ઉ.વ.૫૮) રહે.ગોલવાડ, સાગર ઍપાર્ટમેન્ટ, વલસાડ (૭)મુન્શીલાલ રામયાદ નિશાંત (ઉ.વ.૪૨)રહે. અમુનગર પ્રાગરે ચાલ મોગરાવાડી-વલસાડ (૮)સાગર કાંતિભાઈ ઢિમર (ઉ.વ.૩૦)રહે. ઢિમર શેરી, વલસાડ (૯)બહાઉદ્દીન હૈદરઅલી ખાન (ઉ.વ.૫૦) રહે. કલ્પતરૂ સોસાયટી, ૩૦૩-૧ ઉમરગામ રોડ, ઉમરગામ (૧૦)ગણેશ રામુભાઈ નાયડુ (ઉ.વ.૪૩) રહે. ૩૦૩-ઍ સિદ્ધિ વિનાયક ગણેશ હોલની સામે, નાની મહેતવાડ-વલસાડ (૧૧)ગુલાબ હુસેન સૈયદ શેખ (ઉ.વ.૫૨) રહે. ૨૦૧ ખુશ્બુ ઍપાર્ટમેન્ટ, ખાટકીવાડ વલસાડ (૧૨)અશ્વિન નારણ ઢિમર (ઉ.વ.૪૮) રહે. મ્યુનિસિપલ હોસ્પિટલની પાસે, નાની માતા મંદિર ઢિમર શેરી, વલસાડ (૧૩)તનવીર અહમદભાઈ વોહરા (ઉ.વ.૩૭) રહે. ફલેટ નં.૨૦૧, ન્યુ જીઆઈડીસી શ્રીનિવાસ ઍપાર્ટમેન્ટ, ગાંધીવાડી, ઉમરગામ (૧૪)શેખર તેવર ચિન્નાથંભી તેવર (ઉ.વ.૪૭) રહે. મોગરાવાડી, રેલવે ગરનાળાની પાસે, વલસાડ અને (૧૫)ઈમ્તિયાઝ અહમદ કોલીવાડા (ઉ.વ.૫૫)રહે. અમરીન ઍપાર્ટમેન્ટ, ફલેટ નં.૪૦૨, મોટા ઘાંચીવાડ- વલસાડનો સમાવેશ થાય છે.
કોસ્ટલ પોલીસે ગોવા, દમણ અને દીવ પબ્લિક ગેમ્બલીંગ ઍક્ટ-૧૯૭૬ની કલમ ૩, ૪, ૭ અંતર્ગત ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.
અત્રે નોîધનીય છે કે, તાજેતરમાં દાદરા નગર હવેલીમાં જુગાર, દેહવેપાર તથા અોઈલ ચોરીના ગોરખધંધા ઉપર પોલીસે ભીંસ વધારતા આ તમામ અસામાજિક તત્ત્વોને દમણમાં પનાહ આપવામાં આવી હોવાની ચર્ચા ઠેર ઠેર થઈ રહી છે. આ બાબતે ઉચ્ચ સત્તાધિશોઍ અસરકારક પગલાં ભરી જવાબદારો સામે પણ યોગ્ય કાર્યવાહી કરવી જાઈઍ ઍવી માંગ પ્રબળ બની છે.

Related posts

કપરાડામાં ‘‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ” નિમિત્તે ‘‘લંચ વિથ લાડલી” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાદરા ગામની હાઈમસ્ટ લાઈટ ઍક મહિનાથી અધવચ્ચે લટકી રહેતાં અકસ્માતની સંભાવના

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

ડાંગ જિલ્લાના આહવામાં યોજાયેલ જિલ્લા કક્ષાના વાર્ષિક શૈક્ષણિક સંમેલનમાં નડગખાડી પ્રાથમિક શાળાનું નૃત્‍ય પ્રથમ આવતા શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 10નું 99.4 ટકા પરિણામ

vartmanpravah

Leave a Comment