Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.01: ‘દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ..’ જેવા સેવાના કામો અનેક લોકોના પેટની આંતરડી ઠારતું સદા વ્રત જેના સંતના નામ થી આજે પણ ગુજરાતના ખૂણે ખૂણે ચાલે છે એવા સંત શ્રી જલારામ બાપાના વાપી ખાતે આવેલા મંદિરે શ્રાવણ માસ સમગ્ર 30 દિવસ સુધી સતત મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. વાપીના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા જલારામ બાપાના મંદિરે સમાન્‍ય સંજોગોમાં દર ગુરૂવારે ખીચડી-કઢી અને શાકનો મહાપ્રસાદ યોજાય છે. અહીંઆવનારા તમામ લોકોને ભોજન પીરસવાની તેમજ અનેક સેવાકીય કામગીરી આપતા સેવકો દ્વારા આજે શ્રાવણ મહિના રવિવારે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરાયું હતું. મંદિરમાં સેવા આપતા સેવકો દ્વારા પણ બાપાના સિદ્ધાંતો સાથે લોકસેવામાં આજે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં સેવા આપવા આવનારા અનેક સેવકો શિયાળો, ઉનાળો હોય કે ચોમાસોનો ધોધમાર વરસાદ તેમ છતાં પણ ગુરૂવારના દિવસે આ તમામ સેવકો હજારો લોકોને મહાપ્રસાદ પીરસવા તેમજ રસોડામાં વિવિધ પ્રકારની સેવાઓ આપવા માટે આવતા હોય છે આ તમામ સેવકોને લીધે જ મોટાભાગની કામગીરી અહીં ખૂબ આસાનીથી થાય છે ત્‍યારે આ સેવકો દ્વારા આજે શ્રાવણના છેલ્લા દિવસે જલારામ બાપાના મંદિરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ ઉમરગામ અને શ્રી સાંઈ શ્રદ્ધા ટ્રસ્‍ટ દ્વારા મફત આંખની તપાસના કેમ્‍પનું કરવામાં આવેલુ આયોજન

vartmanpravah

બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્‍ડિયા ટ્રાન્‍સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્‍યું

vartmanpravah

ગણેશસિસોદ્રા આઈ.ટી.આઈ. ખાતે પ્રવેશ મેળવવા ઈચ્‍છુક ઉમેદવારો જોગ

vartmanpravah

ભારત સરકારના ‘ખેલો ઈન્‍ડિયા અને ફિટ ઈન્‍ડિયા’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશ દમણમાં ‘ફિટ ઈન્‍ડિયા સ્‍કૂલ સપ્તાહ’ની થઈ રહેલી ઉજવણી

vartmanpravah

12 જાન્‍યુઆરીએ ધરમપુરમાં વિવેકાનંદજીની જન્‍મજયંતિ નિમિત્તે યુવા રેલી અને યુવા સંમેલન

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

vartmanpravah

Leave a Comment