December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શનનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.01: પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શ્રાવણ મહિનાના પવિત્ર માસમાં વાંસોજ ભૂતનાથ મંદિરમાં 12 જ્‍યોર્તિલિંગ દર્શન જેમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, વૈદનાથ, ભીમાશંકર, રામેશ્વર નાગેશ્વર, વિશ્વનાથ, ત્રંબકેશ્વર, કેદારનાથ અને ગ્રીષ્‍નેશ્વર જેવા બાર જ્‍યોર્તિલિંગ ઝાંખી દર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વાંસોજ ગામના સરપંચ શ્રી ગંગાબેન મોહનભાઈ, ઓલવાણના સરપંચ શ્રી મોહનભાઈ, ખંઢેરાના સરપંચ શ્રી પ્રવીણભાઈ, કોળી સમાજના પટેલ શ્રી બીજલભાઈ,વણાકબારાના સરપંચ શ્રી મેઘજીભાઈ, નરસિંહભાઈ, કાંતાબેન, દમયંતીબેન, જિલ્લા પંચાયતના સદસ્‍ય સવિતાબેન કાંતિભાઈ બામણીયા પણ હાજર રહ્યા હતા. ઘોઘલાના ખારવા સમાજના પૂર્વ પ્રમુખ શ્રી જમનાદાસભાઈ ઘેડિયા પણ હાજર રહ્યા હતા. દરેકનું પુષ્‍પગુચ્‍છ દ્વારા સ્‍વાગત બી. કે. હંસાબેન અને ગાયત્રીબેને કર્યું હતું. ગીતાબેને બાર જ્‍યોર્તિલિંગનું મહત્‍વ મેડીટેશનનું મહત્‍વ અને જીવનમાં સુખ શાંતિ કેવી રીતે મળે, બુદ્ધિની એકાગ્રતા કેવી રીતે આવે અને સંસ્‍કારોનું પરિવર્તન કઈ રીતે કરી શકીએ સમય પ્રતિ સમય આવનાર સમસ્‍યાઓનું આપણે સહજ રીતે સમાધાન કેવી રીતે કરી શકીએ એના માટેની સમજૂતી આપી દરેક દ્વારા અલગ અલગ જ્‍યોર્તિલિંગમાં મહા આરતી કરવામાં આવી હતી. એની સાથે સાથે વેલ્‍યુ ગેમ જેમાં ગમ્‍મત સાથે જ્ઞાન આપવામાં આવ્‍યું અને સાથે સાથે શાંતિ અનુભૂતિ કક્ષમાં ત્રણ મિનિટ શાંતિ અનુભૂતિ પણ કરાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.તૃપ્તિબેને કર્યું હતું.
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર નિમિત્તે પણ 12 જ્‍યોર્તિલિંગ દર્શન ખુલ્લા રાખવામાં આવશે.

Related posts

સરકારી પ્રાથમિક શાળા ડાભેલમાં વરસાદી ગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

રસ્‍તે ચાલીને જતા લોકો પાસેથી મોબાઈલ ઝૂંટવતા આરોપીઓની દમણ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વાપીમાં ટ્રાફિક સમસ્‍યા પેચીદી બને તે પહેલાં પોલીસે એક્‍શન માસ્‍ટર પ્‍લાન કાર્યરત કર્યો

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

Leave a Comment