(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : દાદરા નગર હવેલીમાં રાજસ્થાન સમાજ દ્વારા રાજસ્થાન પ્રીમિયમ લીગ સીઝન-3ની થીમ સમગ્ર આઈપીએલની જેમ સેટ કરવામાં આવી છે, જેના માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા માટેની બોલી સેલવાસના કલા કેન્દ્રમાં સંપન્ન કરવામાંઆવી હતી. જ્યાં તમામ 10 ટીમોના માલિકોએ તેમના ખેલાડીઓની હરાજી કરીને તેમની ટીમ બનાવી હતી. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે, જે 18મી ડિસેમ્બરે સેલવાસના સ્ટેડિયમમાં નાઈટમાં રમાશે. જે પાંચ દિવસ સુધી ચાલશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 22મી ડિસેમ્બરે રમાશે. પ્રદેશના તમામ લોકોને સંસ્થા દ્વારા આ ટુર્નામેન્ટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ દ્વારા જે ફંડ એકત્ર થશે એ ગૌ સેવા અને અન્ય પ્રાણીઓની સેવા માટે ઉપયોગમાં લેવામાં આવનાર હોવાનું આયોજકો દ્વારા નક્કી કરાયું છે.
