Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ મામલતદાર કચેરીમાં પારદર્શક વહીવટનો અભાવ

જીઆઇડીસીએ સંપાદન કરેલ જમીનમાં નિગમનું નામ દાખલ કરવામાં થઈ રહેલ બિનજરૂરી વિલંબનો મુદ્દો સંકલન સમિતિમાં ઉઠવા પામ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.02: ઉમરગામ મામલતદાર કચેરીમાં જીઆઇડીસીએ સંપાદન કરેલ જમીનમાં નિગમનું નામ દાખલ કરવા બાબતે લાંબા સમયથી ગલ્લા તલ્લા કરવામાં આવી રહ્યા છે. જે પ્રકરણ બાબતે જીઆઇડીસી દ્વારા સંપાદન પ્રક્રિયાના તમામ પુરાવા રજૂ કરવા છતાં અધિકારીઓ નામ દાખલ કરવાના નિર્ણય ઉપર ન આવતા આખરે આ પ્રકરણની સંકલન સમિતિમાં રજૂઆત થવા પામી છે.
વિગતે જોતા ઉમરગામ જીઆઇડીસી દ્વારા 1988 માં જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને સંપાદન કરેલ જમીનની રેકોર્ડ ઉપર એન્‍ટ્રી પણ પાડી દેવામાં આવી હતી પરંતુ ઇફેક્‍ટ આપવાની બાકી રહી જવા પામી હતી. જે તે સમયનાતલાટી કમ મંત્રીને નિયમ અનુસાર રેકોર્ડના આધારે નિગમનું નામ દાખલ કરવા જીઆઇડીસી દ્વારા અરજી કરવામાં આવી હતી. પરંતુ સમગ્ર પ્રક્રિયામાં ઇફેક્‍ટ આપવાની બાકી રહી ગઈ હોય જેને કારણે રેકોર્ડ ઉપર મૂળ માલિકના નામો ચાલી આવી રહ્યા છે. આ પ્રકરણ જીઆઇડીસીના અધિકારીઓને ધ્‍યાને આવતા વર્ષ 2022માં ઉમરગામ મામલતદાર કચેરીને જરૂરી આધારભૂત દસ્‍તાવેજો સાથે અરજી કરી જીઆઇડીસી દ્વારા સંપાદન કરેલ જમીનમાં નામ દાખલ કરવાની પ્રક્રિયા કરવા માટે ધ્‍યાન દોરવામાં આવ્‍યું હતું. પરંતુ છેલ્લા બે વર્ષથી જીઆઇડીસી નિગમ દ્વારા સંપાદન કરવામાં આવેલ જમીનમાં જીઆઇડીસીનું નામ દાખલ કરવાના સંદર્ભે નિગમના અધિકારીઓ દ્વારા સતત મામલતદાર કચેરીનું ધ્‍યાન દોરવામાં આવે છે પરંતુ કોઈક કારણસર સમગ્ર પ્રક્રિયામાં મામલતદાર કચેરીના ઉદાસીન વલણને કારણે પ્રક્રિયા પૂર્ણ થઈ શકતી નથી. આ પ્રકરણને ઉમરગામ તાલુકાના ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકર દ્વારા જિલ્લા સંકલનમાં પણ રજૂ કરવામાં આવ્‍યો હતો તેમ છતાં પણ જીઆઇડીસીનું નામ દાખલ થઈ શકયું નથી. હવે ગત શનિવારના રોજ જીઆઇડીસી નિગમના રિજનલ મેનેજર અને ધારાસભ્‍ય રમણભાઈ પાટકરે જિલ્લા સંકલનમાં ફરી પ્રશ્નો ઉઠાવી આધારભૂત દસ્‍તાવેજો રજૂ કર્યા હોવાની તેમજ નામ દાખલ કરવા માટે સૂચનપણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
ઉમરગામ મામલતદાર કચેરીમાં ચાલતા વહીવટના ભ્રષ્ટાચારી પુરાવા નજીકના ભૂતકાળમાં પ્રકાશિત થયા છે અને હાલમાં પણ સામાન્‍ય અરજદારોને કામ કરાવવું ભારે મુશ્‍કેલી અને સહન કરવું પડી રહ્યું છે. હવે આ પ્રકરણમાં લાંબા સમયથી નિગમનું નામ દાખલ કરવાની બિનજરૂરી વિલંબની પ્રક્રિયામાં મામલતદાર કચેરીના અધિકારીઓ કેવું વલણ અપનાવે એ જોવું રહ્યું.

Related posts

છેલ્લા સાડા છ વર્ષ દરમિયાન દાનહ અને દમણ-દીવમાં આવેલા પરિવર્તન ઉપર કોઈ વિદ્યાર્થી પી.એચડી. માટે પોતાનો શોધ નિબંધ લખી શકે એટલી વિશાળતા

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર, વલસાડ દ્વારા ‘કેચ ધ રેઇન’ કાર્યક્રમ અંતર્ગત પાણી સંરક્ષણ અંગે જનજાગૃતિ અભિયાન

vartmanpravah

‘નેશનલ હેન્‍ડલૂમ ડે’ના અવસરે આજે દાનહ અને દમણ-દીવ ભાજપ મહિલા મોર્ચા દ્વારા ફેશન શૉનું આયોજન

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય કનુભાઈ દેસાઈ બન્‍યા કેબિનેટ મંત્રી : સમગ્ર પારડી વિસ્‍તારમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલ ભાજપના રાષ્‍ટ્રીય અધિવેશનમાં વલસાડ જિલ્લા ભાજપ પદાધિકારીઓએ ભાગ લીધો

vartmanpravah

ચીખલી વિનલ પટેલ હત્‍યા કેસમાં ઝડપાયેલા ત્રણેય આરોપીઓના રિમાન્‍ડ પૂર્ણ થતાં સબજેલમાં મોકલી દેવાયા

vartmanpravah

Leave a Comment