October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના સભાખંડમાં ‘હિન્‍દી પખવાડા’ અંતર્ગત હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવ પ્રશાસનના રાજભાષા વિભાગ દ્વારા ‘‘હિન્‍દી પખવાડા” અંતર્ગત ‘હિન્‍દી વક્‍તૃત્‍વ’ સ્‍પર્ધાનું આયોજન સેલવાસ નગરપાલિકાના સભાખંડમાં કરવામાં આવ્‍યું હતું. આ સ્‍પર્ધામાં સ્‍નાતક વર્ગ, કર્મચારી વર્ગ તથા ખાનગી એકમો-સંસ્‍થાઓ અંતર્ગત આપવામાં આવેલા વિષયો ઉપર પ્રશાસનના વિવિધ વિભાગો, શાળાઓ તથા કોલેજોમાંથી ઉપસ્‍થિત રહેલા સ્‍પર્ધકોએ પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.
અત્રે આયોજીત હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધામાં શિવ પ્રકાશ શાળાના આચાર્ય ડૉ. પ્રેમિલા ઉપાધ્‍યાય, કવિ અને લેખક શ્રી રાકેય રાય તથા રાજભાષા અધિકારી(એલ.આઈ.સી.) શ્રીમતી પિંકી ખીમનાની નિર્ણાયક તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. જેના ઉપલક્ષમાં ત્રણેય નિર્ણાયકોએ દાદરા નગર હવેલીમાં રાજભાષા હિન્‍દીના વિકાસ પર ચર્ચા કરતા તમામ સ્‍પર્ધકોને શુભકામના પાઠવી હતી. આ અવસરે કવિ અને લેખક શ્રી રાકેશ રાયે તેમની કવિતાઓની પ્રસ્‍તૂતિ કરી હતી. જ્‍યારે ડૉ. અનિતા કુમારે કાર્યક્રમનું સંચાલન કરતા હિન્‍દી વક્‍તૃત્‍વ સ્‍પર્ધાના પરિણામની જાહેરાત કરી હતી. આ સ્‍પર્ધામાં સ્‍નાતક વર્ગ, કર્મચારી વર્ગ તથા બિનસરકારી વર્ગના સ્‍પર્ધકોએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.

Related posts

દમણના કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવની દિલ્‍હી બદલીનો આદેશઃ દરેક વિભાગોમાં નિષ્‍ઠા અને કર્મઠતાથી બજાવેલી ફરજ

vartmanpravah

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ  મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદી

vartmanpravah

સંઘપ્રદેશના માછીમારો માટે આનંદના સમાચારઃ હાઈસ્‍પીડ ડીઝલના વેચાણ ઉપર લાગતા 13.5 ટકા વેટને માફ કરવાના ઐતિહાસિક નિર્ણયની કેન્‍દ્રિય મત્‍સ્‍યોદ્યોગ મંત્રી પરસોત્તમ રૂપાલાએ કરેલી જાહેરાત

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

Leave a Comment