Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારીની વૃધ્‍ધાને આર્થિક સહાય અપાવવાના બહાને ચીખલી લાવી સોનાના દાગીના ઉતરાવી જનાર મહિલાની ધરપકડ

બા તમે ગરીબ જેવા દેખાવા જોઈએ તો જ તમને પૈસા મળશે જણાવી સોનાના પાટલા અને વીંટી સહિતની રૂા.2.75 લાખની કિંમતના દાગીના ઉતરાવી મહિલા ફરાર થઈ ગઈ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ), તા.04: નવસારીની વૃધ્‍ધાને આર્થિક સહાય અપાવવાના બહાને ચીખલી લાવી બા તમે ગરીબ જેવા દેખાવા જોઈએ તો જ તમને પૈસા મળશે જણાવી સોનાના પાટલા અને વીંટી સહિતની રૂ.2.75 લાખની કિંમતના દાગીના ઉતરાવી ફરાર થઈ જનાર મહિલા સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
10,000/- ની આર્થિક સહાય મેળવવાની લાલચે વૃધ્‍ધાને રૂ.2.75 લાખના સોનાના દાગીના ખોવાનો વારો આવ્‍યો હતો.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબફરિયાદી ગૌતમભાઈ હરેન્‍દ્રભાઈ પરીખ (રહે.રાજહંસ કોલર ફલેટ, ડી-વિંગ પ્રસંગ પાર્ટી પ્‍લોટ લુન્‍સીકુઈ નવસારી) ની માતા પ્રીતિબેન કે જેઓ નવસારી દડંગરવાડ ટેકરા વૈકુંઠ સોસાયટી ખાતે રહેતા હોય તેઓ તા.19-ઓગસ્‍ટ-24 ના રોજ સવારે મંદિરે દર્શન કરી ઘરે પરત આવી રહ્યા હતા તે દરમ્‍યાન રાજુ સમોસાવાળાની દુકાન પાસે આવેલ એક મહિલાએ પોતાનું નામ અલ્‍પા છે અને દીકરી સાથે નવસારીમાં જ રહેતા હોવાની ઓળખ આપી બા તમે વૃધ્‍ધ છો જેથી હું તમને રૂ.10,000/- અપાવીશ પરંતુ એના માટે થોડું દૂર જવું પડશે એમ જણાવી રિક્ષામાં બેસાડી ગણદેવી થઈને ચીખલી બસ સ્‍ટેન્‍ડ પર લાવી ‘‘બા તમે ગરીબ જેવા દેખાવા જોઈએ તો જ તમને પૈસા મળશે,” તેવું કહી બસ સ્‍ટેન્‍ડના બાથરૂમમાં લઈ જઈ બે સોનાના પાટલા, ચાર સોનાની વીંટી સહિત રૂ.2,75,000/- ના દાગીના ઉતરાવી તેના પાકિટમાં મૂકી દઈ આ ઘરેણા મારી પાસે સાચવીને રાખું છે.
બાદમાં તમારો ફોટો પડાવવો પડશે તેમ કહી ચીખલી શાકભાજી માર્કેટ પાસે આવેલ ફોટો સ્‍ટુડિયોમાં લઇ જઇ ફોટા પડાવ્‍યા બાદ થોડા આગળ જઇ બા તમારે અહીં ઉભા રહો હું તમારા ફોટા લઈને આવું છું તેમ જણાવી આ મહિલા ફરાર થઈ ગઈ હતી.
ઉપરોક્‍ત હકીકત મુજબના બનાવમાં પોલીસે છેતરપીંડીનોગુનો નોંધી તપાસ પીએસઆઈ-સમીરભાઈ કડીવાલાએ હાથ ધરી હતી. નવસારીની વૃધ્‍ધા સાથે છેતરપીંડી કરનાર મહિલા સઇદાબીબી ફિરોજખાન પઠાણ (ઉ.વ-37) (રહે.દાગજીપુરા ઠાકોરવાસ તા.ઉમરેઠ જી.આણંદ) ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિકાસથી પ્રભાવિત બનેલા કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયલનો ઉદ્‌ગાર : ‘‘મારી કલ્‍પનાની બહારનો વિકાસ”, દિલ માંગે મોર: મુંબઈના મરીન ડ્રાઈવ રોડ કરતા પણ બેનમૂન બીચ રોડ : કેન્‍દ્રીય મંત્રીનું પ્રમાણપત્ર

vartmanpravah

સેલવાસ-વાપી રોડ પર વાનમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

વલસાડથી પિતૃ તર્પણ કરવા ચાણોદ ગયેલા કાકો-ભત્રીજો પાણીમાં ડૂબ્‍યાઃ ભત્રીજાને બચાવી લેવાયો

vartmanpravah

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર વિશ્વ મધમાખી દિવસનો રાષ્ટ્રીય કાર્યક્રમ 20 મેના રોજ ગુજરાતમાં ઉજવાશે

vartmanpravah

Leave a Comment