(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ), તા.04: શિવરાજસિંહ પરદોસસિંહ (હાલ રહે.સંઘર્ષ નગર ચાદીવલી ફાર્મ રોડ અંધેરી ઈસ્ટ મુંબઈ) (મૂળ રહે.ઇટઠારા ગામ તા.જી.બદોઈ ઉત્તર પ્રદેશ) સોમવારની રાત્રીના સમયે મુંબઈ થી પિકઅપ ટેમ્પો નં-એમએચ-03-ડીવી-2601 લઈ વડોદરા ખાતે માલ ખાલી કરવા જતો હતો. દરમ્યાન મંગળવારની વહેલી સવારના સમયે ચીખલી તાલુકાના સુંઠવાડ પાટિયા પાસે શીતલ હોટલની સામે રોડ ઉપર આવતા આગળ ચાલી રહેલ એક ટ્રકની પાછળથીઅથડાવી દઈ અકસ્માત કરતા પિકઅપ ચાલક શિવરાજસિંહ પરદોસસિંહને છાતીમાં તથા માથામાં ગુપ્તમાર વાગતા 108 ની મદદે ચીખલીની સબ ડિસ્ટ્રિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ આશિષસિંહ જીતબહાદુરસિંહ (ઉ.વ-30) (રહે.સઘર્ષ નગર ચાદીવલી ફાર્મ રોડ અંધેરી ઈસ્ટ મુંબઈ) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-સમીર જે.કડીવાલા કરી રહ્યા છે.