September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

તલાવલીમાં આવેલા પૂરમાં ફસાયેલા 15થી વધુ વ્‍યક્‍તિઓનું કરાયું રેસ્‍ક્‍યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : ગુજરાતના વલસાડ અને મહારાષ્‍ટ્રના પાલઘર જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં બુધવારની વહેલી સવારથી મોડી સાંજે સુધીમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં ખાનવેલ વિસ્‍તારમાં ભારે વરસાદ વરસ્‍યો હતો. ધોધમાર વરસાદમાં સાકરતોડ નદીમાં ઘોડાપૂર આવવાને કારણે તલાવલી વિસ્‍તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા 15 જેટલા વ્‍યક્‍તિઓનું દાનહ ફાયર વિભાગની ટીમે રેસ્‍ક્‍યુ કરી બહાર લાવવામાં આવ્‍યા હતા. રેસ્‍ક્‍યુ કરાયેલા લોકોને પ્રશાસન દ્વારા સરકારી શાળામાં રહેવા અને જમવા તેમજ પાણીની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્‍ટર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર સહિતને થતાં પ્રશાસનની ટીમ અને જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ દોડી ગયા હતા અને રેસ્‍ક્‍યુ કરાયેલા લોકોના હાલચાલ પૂછ્‍યા હતા અને જરૂરી તમામ સુવિધાઓ પુરી પાડવા બાહેંધરી આપી હતી.
દાનહ મુખ્‍ય મથક સેલવાસમાં પણ 63.6એમએમ/ 2.42ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. ખાનવેલમાં 65.2એમએમ/2.57 ઇંચ વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 2867.2 એમએમ/ 112.88 ઇંચ અને ખાનવેલમાં2774.4 એમએમ/ 109.23ઇંચ થયો છે. મધુબન ડેમની જળસપાટી 76.55 મીટરે નોંધાઈ હતી. ડેમમાં પાણીની આવક 21743 ક્‍યુસેક છે અને પાણીની જાવક 16945 ક્‍યુસેક હોવાનું મધુબન જળાશયના સત્તાધિશો દ્વારા જાણવા મળ્‍યું હતું.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

ભાદરવા માસમાં વાંસદાના ડેમ ઓવરફલો થતાં આહ્‌લાદક વાતાવરણ સર્જાયું

vartmanpravah

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં દમણવાડાની બાલ ગંગાધર તિલક ઉચ્‍ચતર માધ્‍યમિક શાળામાં જન ભાગીદારી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણવાડા વિભાગના જિ.પં.સભ્‍ય ફાલ્‍ગુનીબને પટેલે વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગૃપની રચના કરી મહિલાઓને આત્‍મનિર્ભર બનવા આપેલી પ્રેરણા

vartmanpravah

વલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલ

vartmanpravah

Leave a Comment