August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ નગરપાલિકા કર્મચારીની મોપેડને રખડતા ઢોરોએ ટક્કર મારી દેતા કર્મચારીનું ઘટના સ્‍થળે જ મોત

ટાઉન પ્‍લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા અરૂણ મિસ્ત્રિ મોપેડ લઈ
લીલાપોર કોસ્‍ટલ હાઈવેથી પસાર થઈ રહ્યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડમાં સતત ત્રીજા દિવસે રખડતા ઢોરોને લઈ વધુ એક જીવલેણ અકસ્‍માત સર્જાયે છે. બે દિવસ પહેલાં અતુલ હાઈવે ઉપર બે યુવાનની બાઈકને આખલાઓ ટકરાતા યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યુંહતું. તેવો વધુ એક બનાવ બુધવારે રાત્રે લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપર બન્‍યો હતો. વલસાડ નગરપાલિકાના કર્મચારી મોપેડ ઉપર જઈ રહ્યા હતા ત્‍યારે રખડતા ઢોરો મોપેડ સાથે ભટકાતા કર્મચારી મોપેડ પરથી રોડ ઉપર પટકાતા ઘટના સ્‍થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું.
વલસાડ નગરપાલિકામાં ટાઉન પ્‍લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા હાલર કાલિંદી એપાર્ટમેન્‍ટમાં રહેતા અરૂણભાઈ મગનભાઈ મિસ્ત્રિ ઉ.વ.54 તેમની મોપેડ નં.જીજે 15 બી.એમ. 1477 ઉપર સવાર થઈને લીલાપોર કોસ્‍ટલ હાઈવે ઉપરથી રાત્રે પસાર થતા હતા ત્‍યારે રખડતા ઢોર લડતા લડતા મોપેડ સાથે ભટકાયા હતા તેથી ગંભીર અકસ્‍માત સર્જાતા અરૂણભાઈ નીચે પટકાયા હતા. ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. ઘટનાની જાણ થતા પાલિકા કર્મચારીઓ દોડી આવ્‍યા હતા. કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ત્‍યાં ફરજ પરના તબીબોએ અરૂણભાઈને મૃત જાહેર કર્યા હતા.

Related posts

વલસાડ જિલ્લામાં ભાજપએ વિધાનસભાની તમામ પાંચ બેઠકો જીતી હિસ્‍ટોરિકલ વિક્‍ટરી નોંધાવી

vartmanpravah

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

ચીખલી-આલીપોર વચ્‍ચે નેશનલ હાઈવેના સર્વિસ રોડની સપાટી ઠેર ઠેર બેસી જતા અકસ્‍માતને નોતરતા મસમોટા ખાડાઓનું સામ્રાજ્‍ય

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય ક્રિકેટ પ્રીમીયર લીગનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીમાં રવિવારે પોલિયો નેશનલ રાઉન્‍ડનો પ્રારંભ: 200 જેટલા પોલિયો બુથ કાર્યરત કરાયા

vartmanpravah

Leave a Comment